For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાપર (વે)ની રામેશ્વર ઇન્ડસ્ટ્રીઝમાંથી અંગ્રેજી દારૂની 436 બોટલ સાથે 1 પકડાયો

12:17 PM Dec 19, 2023 IST | Sejal barot
શાપર  વે ની રામેશ્વર ઇન્ડસ્ટ્રીઝમાંથી અંગ્રેજી દારૂની 436 બોટલ સાથે 1 પકડાયો

નશીલા પદાર્થની બનાવટ, વેચાણ તથા સેવનની અસામાજીક પ્રવૃતિ અટકાવી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અશોકકુમાર યાદવ પોલીસ મહાનીરીક્ષક રાજકોટ રેન્જ તેમજ જયપાલસિંહ રાઠોડ પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય નાઓએ સુચન કરેલ હોય જે અનુસંધાને કે.જી.ઝાળા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ તથા બી.એલ.રોહિત સર્કલ પો.ઇન્સ ગોંડલ નાઓના માર્ગદર્શન હેઠળ શાપર (વેરાવળ) પો.સ્ટેના પો.સબ ઇન્સ.આર.કે.ગોહિલ તથા પોલીસ સ્ટાફે હકીકત આધારે વેરાવળ મસ્તક ફાટક પાસે રામેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલ નરશીભાઇ વાલજીભાઇ કાંજીયાના કબજા ભોગવટાના શેડમાંથી આરોપી તથા ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પોલીસે નરશીભાઇ વાલજીભાઇ કાંજીયા જાતે-પટેલ ઉ.વ.52 ધંધો-વેપાર રહે. રાજકોટ કુવાડવા રોડ ગુરૂદેવ પાર્ક-1 શેરી નં.-1 બ્લોક નં.28 તા.જી-રાજકોટ મુળ રહે-આગામી પીપળીયા તા-વાંકાનેર જી-મોરબીની અટક કરી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ-436 કુલ કિ.રૂા.2,08,745/-કબજે કરી છે. આ કામગીરીમાં શાપર વેરાવળ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ આર.કે.ગોહિલ તથા પો.હેડ કોન્સ. નરેશભાઇ રોજાસરા તથા દિલીપભાઇ વેજીયા તથા રાજેશભાઇ વાવડીયા તથા અરવિનભાઇ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement