For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બે માસમાં 1.64 લાખ ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ

04:46 PM Dec 20, 2023 IST | Sejal barot
બે માસમાં 1 64 લાખ ચો મી  જમીન ખુલ્લી કરાવાઇ

ગુગલ અર્થનો ઉ5યોગ કરી સરકારી જમીન ઉ5રના દબાણ શોઘવાની કામગીરી બાબતે બનાવાયેલી એપ્લીકેશનના આધારે સરકારી જમીન ઉ5ર થતા દબાણ 5ર સતત મોનીટરીંગ કરવામાં આવે છે. તેમજ દર માસની મહેસુલી અઘિકારીઓની બેઠકમાં કલેકટર દ્વારા આ બાબતનો રીવ્યુ કરવામાં આવે છે. જેના લીઘે છેલ્લા બે માસ દરમ્યાન કુલ-90 દબાણ કેસ ચલાવી કુલ- 1,64,113 ચો.મી જમીન 5રનું દબાણ ખુલ્લુ કરવામાં આવેલ છે.
ઉ5રોકત દબાણો દુર થતા વિકાસને લગત સરકારના પ્રોજેકટની કામગીરીને વેગ મંળેલ છે. કલેકટર પ્રભવ જોશીની સૂચના મુજબ રાજકોટ શહેરના રૈયા ખાતે સર્વે નં. 318 પૈકીની સરકારી ખરાબાની જમીનમાં થયેલ વાણીજયીક, ખેતી રહેણાંક વિષયક દબાણ દુર કરી ખુબજ કીંમતી આશરે કુલ 45870 ચો.મી જમીન ખુલ્લી કરવામાં આવી છે.
રાજકોટ શહેરના રૈયા ખાતે જેટકો સબસ્ટેશનના આગળના ભાગે આશરે 3500 ચો.મી જમીનમાં રહેણાંક તથા વાણીજયીક હેતુનુ દબાણ દુર કરી જેટકોનો રસ્તા બાબતનો ચાર વર્ષ જુનો 5્રશ્ન ઉકેલવામાં આવ્યો છે.
રાજકોટ તાલુકાના માલીયાસણ ગામે સરકારી સર્વે નં.333 પૈકીની જમીનમાં વાણીજય વિષયક દબાણ દુર કરી નેશનલ હાઇવે 5રની અંદાજે 12141 ચો.મી અતી કીમતી જમીનનું દબાણ ખુલ્લુ કરવામાં આવ્યું છે.
રાજકોટના 5ડધરીના ખોડાપી5ર ગામ ખાતે જેટકોની માંગણીવાળી જગ્યા ઉ5ર અનઅઘિકૃત બાંઘકામ અન્વયે કાયદાકીય કાર્યવાહી લીઘે દબાણદારે જાતે જ દબાણ દુર કરેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement