રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જસદણના સાણથલીમાં આરૂણી શૈક્ષણિક સંકુલની ઓફિસના તાળાં તોડી રૂા.1.15 લાખની ચોરી

01:06 PM Dec 18, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટ જિલ્લાના જસદણ પંથકના સાણથલી ગામે આવેલ આરૂણી શૈક્ષણિક સંકૂલના તસ્કરોએ નિશાન બનાવી ઓફિસના દરવાજાના નકુચા તોળી ટેબલના ખાનામાંથી સ્કૂલ ફીના અને ટ્રસ્ટનાં રૂા.1.15 લાખની રોકડ રકમ ઉઠાવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જસદણનાં સાણથલી ગામે બેંક ઓફ બરોડાની બાજુમાં રહેતા હિતેશભાઈ કાળુભાઈ ધડુક (ઉ.32)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે બે અજાણ્યા બુકાનીધારી શખ્સોના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તા.6-12-23નાં બપોરના બે વાગ્યે ફરિયાદી આરૂણી શૈક્ષણિક સંકુલેથી દાળીયા ગામે પ્રસંગમાં ગયા હતા અને ત્યાંથી પોતાના ઘરે જતાં રહ્યા હતાં. બીજા દિવસે સવારે સ્કૂલે પહોંચ્યા ત્યારે સ્કૂલનો અંદરનો દરવાજો બહારથી બંધ હતો અને બહારના દરવાજાના નકુચા તુટેલા જોવા મળ્યા હતાં.
ઓફિસમાં તપાસ કરતાં ટેબલ, ખુરશી, ડોકયુમેન્ટ વેરવીખેર પડયા હતાં અને ખુલ્લા કબાટ અને ટેબલના ખાનામાં રાખેલ સ્કૂલ ફીના અને ટ્રસ્ટની રકમ ગાયબ જોવા મળી હતી. તપાસ કરતાં તસ્કરો કબાટ અને ટેબલના ખાનામાંથી 1.15 લાખની રોકડ રકમ ઉઠાવી ગયા હતાં.
આ બાબતે સ્કૂલમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતાં 7-12-23નાં રાત્રિના અઢી વાગ્યે બે બુકાનીધારી શખ્સો ઓફિસમાં ચોરી કરતાં નજરે પડયા હતાં. આ અંગે પોલીસને જાણ કરતાં આટકોટ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે બન્ને શખ્સોની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Tags :
1.15 lakhbreaking the locks of the office of Aruni EducationalbycomplexinSanthalistolen
Advertisement
Next Article
Advertisement