For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લા સહકારી સંઘની 17 બેઠકની ચૂંટણી જાહેર: 20 જાન્યુઆરીએ મતગણતરી

03:53 PM Dec 27, 2023 IST | Sejal barot
રાજકોટ જિલ્લા સહકારી સંઘની 17 બેઠકની ચૂંટણી જાહેર  20 જાન્યુઆરીએ મતગણતરી

રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચુંટણી જાહેર કરવામાં આવી છે. પ્રાંત અધિકારી કે.જી. ચૌધરી દ્વારા જિલ્લાસંઘ સાથે સંયોજીત દરેક તાલુકા મંડળીઓનું તાલુકા દીઠ એક પ્રતિનિધિ મળી કુલ 15 બેઠક તેમજ જિલ્લા કક્ષાએ સંઘ સાથે સંયોજીત થયેલી મંડળીઓના બે પ્રતિનિધિ મળી કુલ 17 બેઠકના કાલથી ફોર્મનું વિતરણ શરૂ કરાશે.
રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચુંટણી માટેના ફોર્મનું વિતરણ આવતીકાલથી 2 જાન્યુઆરી સુધી સવારે 11 થી 3 વાગ્યા સુધી મામલતદાર કચેરી દક્ષીણ માલવીયા કોલેજ પાસેથી મળશે. જયારે બે જાન્યુઆરી સુધીમાં ફોર્મ ભરી દેવાના રહેશે.
ઉમેદવારના ફોર્મની ચકાસણી તા.3 જાન્યુઆરીએ દક્ષીણ મામલતદાર કચેરી ખાતે કરવામાં આવશે અને ત્યારબાદ માન્ય ઉમેદવારની યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.
જયારે તા.4/1/24 થી 8/1/24 સુધીમાં ઉમેદવારી પત્ર પાછા ખેેંચવામાં આવશે અને બાદમાં તા.9/1/24ના હરીફ ઉમેદવારની આખરી યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.
રાજકોટ જિલ્લા સહકારી સંઘ લી. ચુંટણી માટે તા.20/1/24ના સવો 9 કલાકથી બપોરના 2 કલાક સુધી દક્ષીણ મામલતદાર કચેરી ખાતે મતદાન પ્રક્રિયા ચાલશે અને મતદાન પ્રક્રિયા પુર્ણ થયા બાદ બપોરે 3 કલાકે દક્ષીણ મામલતદાર કચેરીએ મત ગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે.
રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચુંટણી પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી, દક્ષીણ મામલતદાર ભાલોડીયા સહીતનો સ્ટાફ ચુંટણીની તૈયારીમાં લાગી ગયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement