For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સત્યસાંઈ રોડ પર બોક્સ ક્રિકેટ બનાવવા સામે વિરોધ

05:00 PM Aug 02, 2024 IST | Bhumika
સત્યસાંઈ રોડ પર બોક્સ ક્રિકેટ બનાવવા સામે વિરોધ
Advertisement

મહાનગરપાલિકા દ્વારા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે અલગ અલગ સ્થળોએ બોક્સ ક્રિકેટ બનાવવામાં આવી રહ્યા છે. જેના થકી મનપાને પણ મોટી આવક થઈ રહી છે. ત્યારે સત્યસાંઈ રોડ ઉપર નારાયણ નગરની બાજુમાં મનપા દ્વારા બોક્સ ક્રિકેટ બનાવવાનો પ્રારંભ કરાતા પાવન પાર્ક ઓનર્સ એસોસીએશન અને આજુબાજુના અન્ય સોસાયટીના રહેવાસીઓએ આ બોક્સ ક્રિકેટનો વિરોધકરી બોક્સ ક્રિકેટ ન્યુસન્સ બની જશે તેમ જણાવી મેયરને રજૂઆત કરી હતી.

સત્યસાંઈ રોડ ઉપર આવેલ પાવન પાર્ક ઓનર્સ એસોસીએશન દ્વારા મહાનગરપાલિકાના મેયરને રજૂઆત કરી જણાવેલ કે, ભાજપ દ્વારા વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. પરંતુ સત્યસાંઈ રોડ ઉપર તૈયાર થતાં બોક્સ ક્રિકેટને વિકાસ કેવી રીતે ગણવો અત્યાર સુધી આ વિસ્તારમાં અસામાજીક તત્વોની રંજાડ જોવા મળી નથી. પરંતુ બોક્સ ક્રિકેટ થયા બાદ આ સ્થળ ઉપર અસામાક તત્વોને ભેગા થવા માટે મોકળુ મેદાન મળી જશે જેના લીધે આ રોડ ઉપરથી પસાર થતી બહેન દિકરીઓને નિકળવું મુશ્કેલ બનશે.

Advertisement

સ્થાનિકોએ મેયરને રજૂઆત કરી જણાવેલ કે, સત્ય સાંઈ રોડ આખો રેસિડેન્શિયલ તેની વિસ્તાર છે. તેની બંને તરફ આવેલી અનેક સોસાયટીઓ માં મધ્યમ વર્ગના લોકો રહે છે. અહીં શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં આવતા જતા હોય છે ત્યારે, આવા શાંત રેસીડેન્સીયલ વિસ્તારમાં વિકાસના નામે બોક્સ ક્રિકેટ જેવું 24 કલાક ચાલતું ન્યુસન્સ ખડકી દેવું કેટલું યોગ્ય ગણાય? આ વિકાસ પછી રાત્રે બેધડક બહેનો દીકરીઓ આ રોડ પર નીકળી શકશે? સ્વાતિ સોસાયટી, પાવન પાર્ક, સાઈ નગર,રામપાર્ક, શિવમ પાર્ક સદગુરુ એપાર્ટમેન્ટ ના રહીશ હવે પછી 24 કલાક બોક્સ ક્રિકેટ રમવા આવતા અજાણ્યા લોકોના પાર્કિંગ અને અવરજવર વચ્ચે શાંતિથી રહી શકશે? સાથો સાથ ખાણી પીણીના ધંધાર્થી સાંકડા રસ્તા પર દબાણ કરશે અને ગંદકી કરશે ત્યારે આ સુંદર ગોખ કામેશ્વર મંદિર પાસે પવિત્રતા જળવાશે? અસામાજિક તત્વો માટે એક નવું વણખેડાવેલું મોકલું મેદાન મળશે.

અને જે વિસ્તાર આજે શાંત સલામત અને નિર્ભય ગણાય છે તે કાલે બોક્સ ક્રિકેટ ના કહેવાતા વિકાસથી અસલામત વિસ્તાર બની જશે મહાનગરના શાસક તરીકે જ્યારે વિકાસની આપ વાત કરો છો ત્યારે જન સામાન્યના સુખકારી ચિંતા પહેલા કરવી જોઈએ શાંતિ સલામતી અને સુખાકારી સાથે જે વિકાસ થાય એ જ સાચો વિકાસ કહેવાય આ બોક્સ ક્રિકેટ તો વિકાસના નામે પૈસા કમાવા માટે કેટલાક ભાજપના મળતીયા હોય કોર્પોરેશનના હિસાબે ખર્ચે અને જોખમે ઊભું કરેલું આવકનું સાધન છે કે એમાં આપનો પણ ભાગ છે? આપને જો રમતગમતની આટલી જ ચિંતા હોય તો અહીં રમતગમત માટે સરસ વ્યાયામ શાળા પણ બનાવી શકાય હોત અને સ્કેટિંગ સાઇકલિંગ કરાટે લાઠીદાવ જેવા અનેક વ્યાયામ થઈ શકે તેવું સુંદર આયોજન થઈ શક્યું હોત પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે ભાજપને હંમેશા મત આપનાર આ વિસ્તાર આજે પોતાના મત માટે ભારે કિંમત ચૂકવી રહ્યો હોય તેમ અનુભવી રહ્યો છે અને આ વિસ્તારના ભાજપના કહેવાતા નેતાઓ પોતાના રોટલા શેકવા માંથી ઊંચા આવતા નથી અને પ્રજાનું હિત સમજ્યા વગર વિકાસના ગીત ગાય છે જે જનાધાર ગુમાવવા તરફનું મોટું પગલું સાબિત થવાનું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement