રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીમાં ડમ્પરની ઠોકરે આશાસ્પદ છાત્રાનું મોત

12:26 PM Dec 15, 2023 IST | Sejal barot
Advertisement

મોરબી કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ સામે રોડ ઉપર ડમ્પરે હડફેટે લેતા બાઈક પર પરીક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થીનીને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક વિદ્યાર્થીની ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીનીએ આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેપુર ગામે રહેતી અને અભ્યાસ કરતી બંસીબેન જીતેન્દ્રભાઈ ધમાસણા ઉ.વ.21 વાળીએ આરોપી ડમ્પર રજીસ્ટર નંબર -જીજે-12-બી.ઝેડ.-8442 ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા 13-12-2023 ના રોજ બપોરના એક વાગ્યાના અરસામાં ફરીયાદી તથા ફરીયાદીના બહેનપણી જસ્મીતાબેનને બંનેને મોરબી પી.જી.પટેલ કોલેજમા એમ.એ. સેમેસ્ટરની પરીક્ષા હોય જેથી બપોરના પોણા એક વાગ્યે ફરીયાદી પોતાના ગામથી પોતાનું બજાજ પ્લેટીના મોટરસાયકલ રજીસ્ટર નંબર - જીજે.36.એ.બી.7901 વાળુ લઈને નિકળેલ અને ગોરખીજડીયા પાટીયા પાસે ફરીયાદીના બહેનપણી જસ્મીતાબેનને તેના પિતા મુકવા આવેલ અને તે મોટરસાયકલ પાછળની સીટમાં બેસી ગયેલ અને મોટરસાયકલ ફરીયાદી ચલાવતી હતી અને અમો મોરબી કામધેનુ પાર્ટી પ્લોટ સામે રોડ ઉપર પહોંચેલ ત્યારે પંચાસર ચોકડી તરફથી ડમ્પર રજી નં.જીજે. 12. બી. ઝેડ.8442 નો ચાલક પોતાનુ ડમ્પર બેદરકારી અને ગફલત ભરી રીતે લોકોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી નિકળેલ અને ફરીયાદીના મોટરસાયકલને અડફેટે લઈ સાઈડમા અથડાવતા ફરીયાદી તથા સાહેદને નિચે પછાડી દેતા ફરીયાદી બંસીબેન ને જમણા હાથમા તેમજ જમણા પગમા મુંઢ ઈજાઓ પહોંચાડેલ તેમજ જસ્મીતાબેનને માથામા તેમજ કમરના ભાગે ગંભીર ઇજા થતા મરણ ગયેલ હોય જેથી ભોગ બનનાર બંસીબેને આરોપી ડમ્પર રજી નં. જીજે.12.બી.ઝેડ.8442 નો ચાલક વિરૂૂધ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -304(અ),279,337, તથા એમ.વી.એકટ કલમ -177,184 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Tags :
Abydumperhitinmorbipromising student died after being
Advertisement
Next Article
Advertisement