For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં રૂપિયાની ઉઘરાણીમાં બે શખ્સોએ ઓફિસ સળગાવી

12:52 PM Sep 09, 2024 IST | Bhumika
મોરબીમાં રૂપિયાની ઉઘરાણીમાં બે શખ્સોએ ઓફિસ સળગાવી
Advertisement

મોરબીના રવાપર રોડ પર એચ.ડી.એફ.સી. ચોક ઘનશ્યામ પ્લાઝા આધેડની જી.ટી.પી.એલની ઓફિસમાં એક શખ્સે આધેડ પાસે ઉછીના રૂૂપિયા માંગતા આધેડ પાસે પૈસાની સગવડ ન હોય જેથી આરોપીને પૈસાની સગવડ નહી હોવાનું જણાવતા જેનો ખાર રાખી આરોપીઓએ જી.ટી.પી.એલ. ઓફિસમાં જ્વલંતશીલ પ્રવાહી છાંટી ઓફિસના દરવાજાને નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાઈ હતી.

મળતી માહિતી મુજબ મોરબી કાયાજી પ્લોટ શેરી નં -06 શીવાલય હાઇટસ ચોથામાળે રહેતા દિનેશભાઇ જયંતીભાઈ પંડ્યા (ઉ.વ.56) એ આરોપી જુનેદ ગુલામહુશેનભાઈ પીલુડીયુ રહે. મહેન્દ્રપરા તથા અજાણ્યો માણસ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પાસે આરોપી જુનેદએ ઉછીના પૈસા માંગતા ફરીયાદી પાસે પૈસાની સગવડ ન હોય જેથી આરોપીને પૈસાની સગવડ નહી હોવાનુ જણાવતા જેનો ખારરાખી આરોપીઓએ ફરીયાદીની જી.ટી.પી.એલની ઓફીસમા જવલંતશીલ પ્રવાહી વડે ઓફીસના દરવાજે પ્રવાહી છાંટી સળગાવી ઓફીસના દરવાજાને વીસ થી પચાસ હજાર સુધીનુ નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement