પોરબંદરમાં ગેરેજમાં અચાનક ભભૂકેલી આગમાં દાઝી ગયેલા વૃદ્ધનું મોત
પોરબંદરના ખાપરખાડા વિસ્તારમાં રહેતા આધેડ રોકડિયા હનુમાન હાઇવે ઉપર આવેલી શિવ સોસાયટીની બાજુમાં ગેરેજમાં હતા ત્યારે અકસ્માતે ભભૂકી ઊઠેલી આગમાં વૃદ્ધ ગંભીર રીતે દાજી ગયા હતા ગંભીર રીતે દાજી ગયેલા વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. જ્યારે આગમાં એક બાઈક પણ બળીને ખાખ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પોરબંદરના ખાપરખાડા વિસ્તારમાં રહેતા કાલિદાસ સીતારામભાઈ પેંડાગડી નામના 70 વર્ષના વૃદ્ધ બે દિવસ પૂર્વે સાંજના સાડા પાંચેક વાગ્યાના આસામમાં રોકડિયા હનુમાન હાઇવે ઉપર આવેલી શિવ સોસાયટીની બાજુમાં પોતાના ગેરેજે હતા ત્યારે અચાનક આગ ભભુકી ઉઠી હતી આગમાં વૃદ્ધ ગંભીર રીતે દાજી ગયા હતા વૃદ્ધ તાત્કાલિક સારવાર માટે પોરબંદર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવતા હતા ત્યારે વૃદ્ધનું રસ્તામાં જ મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી છે.પ્રાથમિક પૂછપરછમાં ગેરેજમાં અચાનક ભભૂકી ઉઠેલી આગમાં પથારીવસ કાલિદાસ પેડાગડીનું દાઝી જવાથી મોત નીપજ્યું હતું અને એક બાઈક પણ બળીને ખાખ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.