For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદરમાંં 18 કલાકમાં 18 ઈંચ વરસાદથી જળબંબાકાર

11:13 AM Jul 19, 2024 IST | admin
પોરબંદરમાંં 18 કલાકમાં 18 ઈંચ વરસાદથી જળબંબાકાર

સવાર સુધીમાં 14 ઈંચ બાદ વધુ ચાર ઈંચ ખાબકતા ભારે તારાજી, દ્વારકા 11, ગીર સોમનાથમાં 10, કલ્યાણપુર 11, કેશોદ 9॥, જૂનાગઢ 9॥, વંથલી 8, કુતિયાણા-સુત્રાપાડા-માણાવદરમાં 6॥, જામ જોધપુર, વિસાવદર, માંગરોળમાં 5 ઈંચ વરસ્યું

Advertisement

સૌરાષ્ટ્ર ઉપર ગઈકાલે કાળાડીબાંગ વાદળો છવાયા બાદ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ તુટી પડ્યો હતો. સાંજે અનરાધાર વરસાદ ચાલુ થતાં પોરબંદર પંથકમાં આભ ફાટ્યું હોય તેમ સવાર સુધીમાં 14 ઈંચ વરસાદ બાદ સવારે 6થી 10 વચ્ચે વધુ ચાર ઈંચ વરસાદ વરસી જતાં પંથક જળબંબાકાર થઈ ગયું હતું. જ્યારે દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર, રાણાવાવ, ગીર સોમનાથ, પંથકમાં 8થી 10 ઈંચ વરસાદ વરસી ગયો હતો. તેમજ દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ, જેટલો ભારે વરસાદ વરસતા રોડ-રસ્તાઓ પાણીમાં ગરક થઈ ગયા હતા.

ગઈકાલના ભારે વરસાદે તારાજીના દ્રશ્યો સર્જયા હતાં. નદીઓ ગાંડીતૂર બનતા અનેક કોઝવે ધોવાઈ ગયાના બનાવ બનવા પામ્યા છે. તેમજ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી. તેમજ ધ્રોલ તાલુકાના સુમરા ગામે વીજળી ત્રાંટકતા ખેતરમાં કામ કરી રહેલા શ્રમિક દંપતિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

Advertisement

પોરબંદર શહેર અને પંથકમાં ગઈકાલે સાંજે 6 વાગ્યે શરૂ થયેલ અનરાધાર વરસાદે 14 ઈંચ પાણી વરસાવી દેતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતાં. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદના વાવડ સાપડ્યા છે. આ ભારે વરસાદના કારણે પોરબંદર તેમજ કુતિયાણા પંથકમાં ભારે તારાજી સર્જાયેલ છે અને અનેક પશુઓ તણાઈ જતાં માલઢોરનું પણ ભારે નુક્શાન થવા પામેલ છે. અનેક સ્થળે કાચા મકાનો ધસી પડ્યા છે. ઠેર ઠેર રસ્તા ધોવાઈ જતાં વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે.

તંત્ર દ્વારા હાલ બચાવરાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ શહેર સહીત સમગ્ર જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ છવાયો હતો, જેમાં સૌથી વધુ વંથલીમાં 8 ઈંચ, જયારે ગિરનાર ઉપર પાંચ ઈંચ વરસાદ પડયો હતો, તેમજ જૂનાગઢ શહેરમાં ત્રણ ઈંચથી અહીનો વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે, તો ભવનાથના માર્ગો જળબંબાકાર બન્યા છે. માળિયા, માંગરોળ, કેશોદ, માણાવદર પંથકમાં પાંચ ઈંચ ખાબક્યો, તો ભેંસાણ, વિસાવદર, મેંદરડામાં બે-બે ઈંચ વરસાદ પડયો હતો. ભારે વરસાદથી કેશોદનું મેસવાણ અને મઘરવાડા ગામજૂઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું હતું.

માળીયાહાટીનામાં ધીમીધારે વરસાદ પડયા બાદ સાંજે છ વાગે ધોધમાર વરસાદ શરૂૂ થતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. દિવસભરમાં એક ઈંચ વરસાદ પડયો હોવાનુ જાણવા મળી રહ્યું છે.વરસાદ પડતા જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. માળીયાહાટીના તાલુકાના ગામડાઓમાં આજે બપોર બાદ પડેલા 5 ઇંચ વરસાદથી નદી નાળાઓ છલકાયા ચોરવાડ, કાણેક, ગડુ, ખેરા, ખોરસા ગીર, શાંતિપરા, જાનુડા, સુખપુર સહીત આજૂબાજૂના ગામડાઓમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. બપોર બાદ પ ઈંચથી વધારે અનરાધાર વરસાદ પાડયો છે.

વેરાવળમાં છ ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. વેરાવળના ગાંધીચોક, રાજેન્દ્રભુ રોડ, સટ્ટાબજારમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા.હીરણ નદીમાં પાણીની આવક થઈ છે. પ્રાચ માધવરાયજી મંદિર જળમગ્ન બની છે.જ્યારે કોડીનારમાં 3 ઈંચ વરસા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ખેતરો તરબોળ થયા છે. ગીર સોમન પંથકમાં આજે મેઘરાજાએ પધરામણી કરી હતી અને સુત્રાપાડ 6ા અને વેરાવળમાં 6 ઈંચ, કોડીના 3, ધામળેજ 3, ગીરગઢડા તાલુકા અને ગીર જંગલ વિસ્તારમાં 4 ઈંચ તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તાર ધોધમાર 3 ઈંચ વરસાદ પડયો હતો ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેડુતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે 56 તાલુકાઓમાં વરસાદ વરસી જતાં ડેમોમાં નવા નીરની આવક નોંધાઈ છે અને ઉભાપાકને જીવતદાન મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement