For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને કોર્પોરેશન માત્ર પૈસા ખંખેરવા સિવાય કાંઈ કરતા નથી

12:07 PM Jul 27, 2024 IST | admin
પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને કોર્પોરેશન માત્ર પૈસા ખંખેરવા સિવાય કાંઈ કરતા નથી

જામનગરના હજારો ઉદ્યોગોનું ઝેરી-ગંદુ પાણી સીધું જ લોકમાતા રંગમતી નદીમાં: પાર્થ પટેલનો આક્ષેપ, પાણી ટ્રીટમેન્ટ આપી શુદ્ધ કરવું જોઈએ, આ માટેનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ જ નથી: શહેરના ઉદ્યોગો નગરજનોને રોગોની ભેટ આપે છે

Advertisement

જામનગરના હજારો ઉદ્યોગો બેફામ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે એ હકીકત ગંભીર છે અને વર્ષોથી આ ઉદ્યોગો પર કોઈનું નિયંત્રણ નથી. આ ઉદ્યોગોનું ઝેરી અને ગંદુ પાણી રંગમતી નદીમાં સીધું જ ઠાલવી દેવામાં આવે છે જે અંતે લોકોના આંતરડામાં પહોંચે છે, એ મતલબનો નગરના એક યુવાનનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ખુલ્લુ કહેવાયું છે કે, તંત્રો પખાઉધરાથ છે.

જામનગર સમગ્ર વિશ્વમાં બ્રાસ સિટી તરીકે જાણીતું છે પરંતુ અહીં ઘરઆંગણે આ હજારો ઉદ્યોગોના પ્રદૂષણના નિયંત્રણ માટે કોઈ જ વ્યવસ્થાઓ નથી. આ ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવવા બાબતે નગરજનોના દુશ્મન સાબિત થયા છે. જામનગર કોંગ્રેસના યુવા નેતા પાર્થ પટેલનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, હજારો ઉદ્યોગોનું ઝેરી અને ગંદુ પાણી એક પાઈપલાઈન મારફતે સીધું જ રંગમતી નદીમાં ઠલવાઈ રહ્યું છે.

Advertisement

નદીને ઝેરી બનાવવામાં આવી રહી છે. ઝેરી પાણી નદીમાં ઠાલવતી આ પાઈપલાઈનનું કદ રાક્ષસી છે. 6 ફૂટનો માણસ હાથ ઉંચા રાખીને આ પાઈપલાઈન અંદર ચાલી શકે એવડી તેની સાઈઝ છે, જે રાતદિવસ નદીમાં ઝેર ઠાલવે છે.

પાર્થ પટેલ આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટ કહે છે કે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જામનગર મહાનગરપાલિકા માત્ર પૈસા ખાવા સિવાય કોઈ કામ કરતાં નથી. નદીમાં સતત ઠલવાતું ઝેરી, પ્રદૂષિત અને ગંદુ પાણી નદી કિનારાના તમામ વિસ્તારોના ડંકી, કૂવા અને બોરના ભૂગર્ભજળને પ્રદૂષિત કરે છે. આ નદી શહેરના સેંકડો વિસ્તારો આસપાસથી પસાર થઈ રહી હોય, કલ્પના કરો શહેરના કેટલાં ભૂગર્ભ જળમાં આ ઝેર ભળતું હશે. આ ભૂગર્ભ જળ લોકોના આંતરડામાં પહોંચે છે. નગરજનોને વિવિધ પ્રકારના રોગોની ભેટ આ ઉદ્યોગોને કારણે મળી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરની જીજી હોસ્પિટલ સહિતની શહેરની સેંકડો હોસ્પિટલો હજારો દર્દીઓથી ઉભરાઈ રહી છે જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચાંદીપુરા અને કોલેરા સહિતના વિવિધ રોગોના દર્દીઓનો સમાવેશ થાય છે.
પાર્થ પટેલ કહે છે: ઉદ્યોગોનું આ તમામ ગંદુ પાણી નદીમાં છોડતાં પહેલાં, ઉદ્યોગકારોએ આ પાણીને શુદ્ધ કરવા ટ્રીટમેન્ટ આપવી પડે. આ માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવો જોઈએ. ઉદ્યોગનગરમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ આટલાં વર્ષોમાં બનાવવામાં જ નથી આવ્યો.

જામનગર શહેરની નદી અને શહેરનું ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યું હોવા છતાં મહાનગરપાલિકા ચૂપ છે. અને, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીને તો જાણે કે, જામનગરના આ પ્રદૂષણની ખબર જ નથી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીના વડા જી.બી.ભટ્ટ કહે છે, રાજકોટવાળા જામનગર આવી ઉદ્યોગોનું ગંદુ પાણી લઈ જાય છે. અને, નદીમાં જે પાઈપલાઈન મારફતે પ્રદૂષિત પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે, તે ઉદ્યોગોના શ્રમિકોના ઘરોનું વપરાશી પાણી છે.

અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, થોડાં મહિનાઓ અગાઉ જામનગર મહાનગરપાલિકાએ અને જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન વચ્ચે એક એમઓયુ થયેલું. જેમાં કોર્પોરેશને એસોસિએશનને એવી ખાતરી આપી હતી કે, ઉદ્યોગોના તમામ પ્રકારના પાણીના શુદ્ધિકરણ અને નિકાલની જવાબદારીઓ મહાનગરપાલિકા સંભાળશે. આ સમજૂતીને મહિનાઓ વીતી ગયા બાદ પણ, આજની તારીખે ઉદ્યોગનગરમાં ગંદા પાણીના શુદ્ધિકરણ માટેના પ્લાન્ટની કોઈ વાત પણ કરતું નથી.

જામનગર મિરર સાથેની ટેલિફોનિક વાતચીતમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના મુખ્ય અધિકારી જી.બી.ભટ્ટ શહેરના શંકરટેકરી ઉદ્યોગનગરના ઈલેક્ટ્રોપ્લેટિંગ સહિતના યુનિટના પ્રદૂષિત પાણીના નિકાલ અંગે કહે છે, એકાદ મહિનામાં આ ઉદ્યોગનગરમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂૂ થઈ જશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement