For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આવતીકાલે કોંગ્રેસનો સ્થાપના દિવસ, સોમનાથ-પ્રભાસપાટણમાં હતો કોંગ્રેસનો દબદબો

12:07 PM Dec 27, 2023 IST | Sejal barot
આવતીકાલે કોંગ્રેસનો સ્થાપના દિવસ  સોમનાથ પ્રભાસપાટણમાં હતો કોંગ્રેસનો દબદબો

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 28 ડીસેમ્બરે તેનો 138મો સ્થાપના દિન ઉજવે છે. આઝાદી પહેલાં અને આઝાદી પછીના કેટલાંક વરસો સોમનાથ વિસ્તારમાં તે કાળમાં કોંગ્રેસનો ભારે દબદબો હતો. વાત એ અતીતની કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ખાદીની ધોતી-ઝબ્બો, બંડી અને ખાદીની ટોપી પહેરતા તેઓ પક્ષને એટલા સર્મપિત હતા કે પક્ષ વિષે ધસાતું કયારેય ન સંભાળી શક્તા. તે સમયે ચૂંટણીનું ફેઇમસ સુત્ર હતું કે ‘બે બળદની જોડી, કોઇ ન શકે તોડી’. તે સમયે અખબરો ગામ ગામડામાં બહુ ફેલાયેલા નોતા તેમજ ટી.વી.-મોબાઇલ જેવા સાધનો પણ નોતા એટલે લોકને વડાપ્રધાન કે પ્રધાનને જોવા ખાસ ચૂંટણીસભામાં આવતાં જેમાં જવાહરલાલ નહેરૂ કે ઇન્દીરા ગાંધીજીનું ભાષણ સાંભળવું એ એક લ્હાવો હતો.
તે સમયે હેલીકોપ્ટર પણ લોકો માટે નવું હતું જેથી ચકર ચકર ફરતા પંખા સાથેનું હેલીકોપ્ટર ખેતરના મેદાનમાં ઉતરે તે જોવા ગામ ઉમટતું. કોંગ્રેસના પ્રાથમિક તબક્કામાં નિશાન બે બળદની જોડી ત્યાર બાદ ગાય વાછરડું અને હાલ પંજો છે. કોંગ્રેસ માળખામાં જુદા-જુદા કારણોસર વખતો-વખત ફેરફાર થયેલ છે.
સોમનાથ ભાસ્કર વૈદ્ય કહે છે ‘સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન ઉછરંગરાય નવલશંકર ઢેબર પાંચ-પાંચ વખત રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદે બિરાજી ચુક્યા છે.
પ્રમુખ ક્રમ 64 યુ.એન.ઢેબર સ્થળ-અવડા પ્રમુખ વર્ષ 1955 સમયગાળો 21 સપ્ટે. 1905 થી 1977

Advertisement

પ્રમુખ ક્રમ 65 યુ.એન.ઢેબર સ્થળ-અમૃતસર પ્રમુખ વર્ષ 1956 સમયગાળો 21 સપ્ટે.
પ્રમુખ ક્રમ 66 યુ.એન.ઢેબર સ્થળ-ઇંન્દોર પ્રમુખ વર્ષ 1957
પ્રમુખ ક્રમ 67 યુ.એન.ઢેબર સ્થળ-ગોહાટી વર્ષ 1958
પ્રમુખ ક્રમ 68 યુ.એન.ઢેબર - નાગપુર, પ્રમુખ વર્ષ 1959 એટલું જ નહીં સોમનાથનું મંદિર નવનિર્માણ કરનાર સરદાર વલ્લભભાઇ પટેલ
પ્રમુખ ક્રમ 49 સ્થળ કરાંચી પ્રમુખ વર્ષ 1931 પણ બિરાજમાન રહી ચુકયા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement