વન નેશન વન ટેક્સના નિયમનો રાજ્યમાં ઉલાળિયો, ટ્રાવેલ્સ ડિટેન કરાતી હોવાની રાવ
રાજકોટ ટ્રાવેલ્સ એસો. દ્વારા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત
કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન ટેક્ષની જોગવાઇ કરવામાં આવી છે. જેનાથી ટુર સાથે સંકળાયેલ વેપારી ધંધાર્થીઓને ફાયદો મળ્યો છે પરંતુ ગુજરાતમાં આ કાયદાનું ઉલ્લેખન કરવામાં આવી રહ્યું છે અને આરટીઓ દ્વારા ટ્રાવેલ્સ ડિટેઇન કરવામાં આવી રહી હોવાની રજૂઆત રાજકોટ ટ્રાવેલ્સ એસોસીએશન દ્વારા કલેકટરને આવેદન પાઠવી કરવામાં આવી હતી.
રજૂઆતમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા બસ ઓપરેટરને વર્ષ: 2021માં વન નેશન વન ટેક્ષ હેઠળનો લાભ આપવામાં આવેલ. જેથી અમારા વ્યવસાયને ખુબજ પ્રોત્સાહન મળેલ છે. જેનો ખુબજ મોટો લાભ ઓપરેટર તેમજ પેસેન્જરને મળેલ છે.
હાલ ગુજરાતમાં આર.ટી.ઓ. અધિકારી દ્વારા વેલીડ નથી ગણતા અને બસો ડીટેઇન કરી ગુજરાત રાજ્યનો અલગથી ટેક્ષ ભરાવે છે, જે સરકારના નિયમ વિરૂદ્ધનું કામ છે. અન્ય રાજ્યમાં ચાલે છે તો ગુજરાત રાજ્યમાં આર.ટી.ઓ. અધિકારી દ્વારા શા માટે કરવામાં આવે છે. સરકાર (વન નેશન વન ટેક્ષ) જે લઇ આવ્યા છે તે ખુબજ સરાહનીય નિર્ણય છે. જેનાથી ટુરીસ્ટને ખુબજ ફાયદો થાય છે. બીજા રાજ્યમાં જવા માટે સરળતા રહે છે અને પ્રવાસનને વેગ મળે છે. તો આ બાબતે યોગ્ય તપાસ કરી બસોને ડીટેઇન કરતી અટકાવવા માંગ કરાઇ હતી.