સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાઇરસથી વધુ એક બાળકનું મોત, 3ના રિપોર્ટ પોઝિટિવ
રાજ્યમાં મૃત્યુ આંક 58 અને દર્દીઓની સંખ્યા 140 ઉપર
ગુજરાતમાં ચાંદીપુરાનો વાઈરસ હજુ નરમ પડ્યો નથી. રાજકોટ સહિત રાજ્યભરમાં ચાંદીપુરાના કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરવામાં આવેલ ચાંદીપુરાના લક્ષણ ધરાવતા 10 વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે હજુ પણ હોસ્પિટલમાં 9 બાળ દર્દીઓસારવાર હેઠળ છે. જેમાં ત્રણના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. અને ચારના રિપોર્ટ નેગેટીવ છે. જ્યારે હજુ બે બાળ દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે. સારવારમાં દાખલ જે 10 વર્ષના બાળકનું મોત થયું હોય તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
સુરેન્દ્રનગરની સીયુ શાહ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો. મુળ બોટાદ પંથકનો પરિવાર દોઢ મહિના પહેલા જ વઢવાણ તાલુકાના લખતર ગામે આવ્યો હતો. સુરેન્દ્રનગર સીયુ શાહ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ રજા લીધા વગર આ પરિવાર બાળકને ઘરે લઈ ગયું હતું અનેત્યાર બાદ વધુતબિયત બગડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં 31 જૂલાઈની રાત્રે તેનું મોત થયું હતું. બીજીતરફ ગુજરાત ભરમાં ચાંદીપુરાના કેસો વધી રહ્યા છે અને હાલ આંકડો 140 પર પહોંચ્યો છે. જેમાં રાજકોટ સહિત રાજ્યભરમાં 58 બાળ દર્દીઓના મોત થઈ ચુક્યા છે.
સાબરાકાંઠા 12, અરવલ્લી 07, મહિસાગર 2, ખેડા 7, મહેસાણા 8, રાજકોટ 7, સુરેન્દ્રનગર 05, અમદાવાદ કોર્પોરેશન 12, ગાંધીનગર 07, પંચમહાલ 16, જામનગર 6, મોરબી 5, ગાંધીનગર કોર્પોરેશન 3, છોટા ઉદેપુર 2, દાહોદ 3, વડોદરા 7, નર્મદા 2, બનાસકાંઠા 6, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગર 1, દ્વારકા 1, રાજકોટ કોર્પોરેશન 4, કચ્છ 4, સુરત કોર્પોરેશન 2, ભરૂૂચ 3, અમદાવાદ 2, જામનગર કોર્પોરેશન 01, પોરબંદર 1, પાટણ 1 તેમજ ગીર-સોમનાથ 1 શંકાસ્પદ કેસોનો સમાવેશ થાય છે.
જે 52 પોઝિટિવ કેસો સામે આવ્યા છે તેમાં સૌથી વધુ કેસો જ્યાંથી સામે આવ્યા તેના પર નજર કરીએ તો સાબરકાંઠામાં 06, પંચમહાલમાં 07, મહેસાણામાં 5 કેસ સામે આવ્યા છે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર , અમદાવાદ કોર્પોરેશનમાં 3-3 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જે 58 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. તેમાં સૌથી વધુ પંચમહાલના 7 લોકો મૃત્યુ પામ્યા છે.. ઉપરાંત મોરબીના 4, સાબરકાંઠાના 3, અરવલ્લીના 3, મહીસાગર 02 , ખેડાના 02 મહેસાણાના 02 અને રાજકોટના 4 અને જામનગરના 3 કેસોનો સમાવેશ થાય છે. આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાાં વિસ્તારના ઘરો મળીનેકુલ 45,319 ઘરોમાાં સર્વિલન્સની કામગીરી કરવામાાં આવેલ છે.