રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એક વખત વળતર ચૂકવ્યું એટલે કંપનીની જવાબદારી પૂરી થઇ જતી નથી

11:49 AM Dec 09, 2023 IST | Sejal barot
Advertisement

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટેમાં સુનાવણી હાથ ધરાઈ છે. જેમાં રાજ્ય સરકારે પોતાનો એક્શન ટેકન રિપોર્ટ હાઇકોર્ટ સમક્ષ રજુ કર્યો. આરોપી અને ઓરેવા કંપનીને હાઇકોર્ટે સખત ફટકાર લગાવતા અસરગ્રસ્તોને મદદ થઈ શકે માત્ર એ હેતુથી જ આરોપીઓને કોર્ટમાં સાંભળવાનો મોકો મળ્યો હોવાની ટકોર કરતા એ પણ કહ્યું કે બાકી આ કોર્ટમાં તમે ઊભા પણ રહી શકો નહી.
આજે હાઇકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટના સંદર્ભે બ્રિજ સુઓમોટો પીઆઇએલની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા ઓરેવા કંપનીને સપષ્ટતા સાથે જાણ કરી છેકે, SIT રિપોર્ટ મુક્યા અને વાંચ્યા પછી અહિંયા ઉભા રહેવા માટે તમે લાયક નથી. જ્યાં સુધી લોકોને વળતર આપવાની વાત છે ત્યાં સુધી તમને સાંભળવામાં આવશે. આ ઉપરાંત આજે બ્રિજ સુઓમોટો પીઆઇએલમાં રાજ્ય સરકાર દ્વારા એક્શન ટેકન રિપોર્ટ ફાઈલ કરવામાં આવ્યો હતો. જેમાં કેટલા લોકો જેલમાં છે, કેટલા નથી. કોના દ્વારા કેટલું વળતર ચૂકવવામાં આવ્યું છે. તથા રાજ્યની અંદર કેટલા એવા બ્રિજો છે મનપા અને આર એન્ડ બી વિભાગ હસ્તગત આવે છે તેની સ્પષ્ટતા કરાઇ હતી. જેમાં કોર્ટે જણાવ્યું હતું કે, તમામ આવા બ્રિજોની દેખરેખ ગુજરાત સરકાર કરશે.
ગુજરાત હાઈકોર્ટમાં મોરબી ઝુલતો પુલ દુર્ઘટના કેસ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ SITનો રિપોર્ટ રજૂ હતો. રિપોર્ટમાં કેટલાક મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા. જેમાં કેટલીક મહત્વની બાબતો પૈકી એવો પણ ખુલાસો થયો છેકે, આ કેસમાં અત્યારસુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઓરેવાના સંચાલક જયસુખ પટેલ સહિત ચાર લોકો જેલમાં બંધ હોવાનો અને 6 લોકોને કોર્ટે જામીનમુક્ત કર્યા હોવાની માહિતી કોર્ટને આપવામાં આવી છે.
સરકાર દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છેકે, મોરબીમાં જે પ્રકારની બ્રિજ દુર્ઘટના ઘટી છે તેવી રાજ્યમાં અન્ય ક્યાંય પણ ન બને એ માટે રાજ્યવ્યાપી નીતિ બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર હસ્તગતના 1441 બ્રિજના રિપેરિંગ અને મરામત માટે નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને આવરી લઇને નીતિ બનાવવામમાં આવી છે. આ ઉપરાંત રિપોર્ટમાં નગરપાલિકાને સુપરસીડ કરવાની કાર્યવાહી, નગરપાલિકા ચીફ ઓફિસરના સસ્પેન્શનને વધારવામાં આવ્યું હોવાની વિગોત તથા મૃતકોના પરિવારજનોને અત્યાસુધીમાં ચુકવવામાં આવેલા વળતરની વિગતો પણ કોર્ટના ધ્યાને મુકવામાં આવી હતી.
પીડિત પરિવાર તરફથી લડી રહેલા વકિલ ઉત્કર્ષ દવે દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી. જેના પગલે હાઈકોર્ટે ઓરેવા કંપનીને ફટકાર લગાવી હતી. આ ઉપરાંત અસરગ્રસ્તોની હાલની માનસિક સ્થિતિ, જોઇતી મદદ અંગેનો રિપોર્ટ, વિધવા બહેનોને નોકરીની જરૂૂરિયાત અથા નોકરી ન કરવા ઇચ્છતી વિધવાઓને માસિક વળતર, વૃદ્ધોને માસિક વળતર બાબતનો રિપોર્ટ કલેક્ટર દ્વારા રજૂ કરાશે અને એ બાબતે આર્થિક વળતર ચૂકવવાની જવાબદારી ઓરેવા કંપનીની રહેતી હોવાનું પણ કોર્ટે જણાવ્યું છે.
હાઈકોર્ટે વધુમાં જાટકણી કાઢતા એવું પણ કહ્યું હતું કે, એક વખત વળતર ચૂકવ્યું એટલે કંપનીની જવાબદારી પૂરી થઇ જતી નથી. જે બાબતે આરોપી જયસુખ પટેલના વકિલ દ્વારા એવી રજૂઆત કરાઈ હતી કે, જયસુખ પટેલ જાન્યુઆરીથી જેલમાં છે. તેમના જામીન અંગે પણ સુનાવણી થતી નથી. જેથી આકરા શબ્દોમાં ફટકાર લગાવતા કોર્ટે જણાવ્યું હતું કે, આ અમારો વિષય નથી એ બાબતે કોર્ટને રજૂઆત ન કરો. એવો વેધક સવાલ પણ કર્યો હતો કે જઈંઝનો રિપોર્ટ જોયા પછી તમે જે સવાલ કરો છો એ કરી શકો? આરોપીઓ દ્વારા અસરગ્રસ્તોને મદદ થઇ શકે એ હેતુ માત્રથી જ તમને સાંભળવાનો મોકો આપવામાં આવ્યો છે. અન્યથા તમે કોર્ટમાં ઉભા રહેવા પણ કાબીલ નથી.

Advertisement

Advertisement
Next Article
Advertisement