For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યાજ્ઞિક રોડ પર એસ.ટી. ડ્રાઇવર અને બાઇકચાલક વચ્ચે મારામારી

04:55 PM May 16, 2024 IST | Bhumika
યાજ્ઞિક રોડ પર એસ ટી  ડ્રાઇવર અને બાઇકચાલક વચ્ચે મારામારી
Advertisement

શહેરના યાજ્ઞિક રોડ પર જાહેરમાં એસટી ડ્રાઇવર અને બાઇકચાલક વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સ્કૂટરને બસ અડી જતાં સ્કૂટર સવારે ઉશ્કેરાઇ જઇ એસટી બસના ચાલકને મારમાર્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ યાજ્ઞિક રોડ પર આજે સવારે એસ.ટી. બસ આગળ જતાં સ્કૂટરને અડી જતાં સ્કૂટર સવાર માતા-પુત્ર પડી ગયા હતા. જેથી અકસ્માતને પગલે સ્કૂટર ચાલક અને એસ.ટી. બસના ચાલક વચ્ચે માથાકૂટ થતા સ્કૂટર સવારે ઉશ્કેરાઇ જઇ બસમાં ચડી ડ્રાઇવર ઉપર હુમલો કરી મારમાર્યો હતો. જાહેરમાં એસટી બસના ડ્રાઇવર અને સ્કૂટર ચાલક વચ્ચે બઘડાટી બોલી જતાં ઘટના સ્થળે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં એ ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement