રોગચાળા સહિતના મુદ્દે કોંગ્રેસે મનપામાં ખંજરી-મંજીરા વગાડ્યા
રોગચાળા મુદ્દે પગલા નહીં લેવાતા હોવાનો આક્ષેપ
જામનગરમાં વકરી રહેલા રોગચાળાને મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા મ્યુનિ. કમિશનર કાર્યાલયમાં ઢોલ નગારા અને ખંજીરા મંજીરા વગાડી સૂત્રોચ્ચાર સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.અને કમિશનર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવતા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.
જામનગરમાં ચાંદીપુરા કોલેરા જેવા જીવલેણ રોગનું પ્રમાણ વધ્યું છે. અગાઉ કોંગ્રેસ દ્વારા કમિશનરને આવેદનપત્ર આપીને પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ મ્યુનિ.કમિશનર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા ન હતા .આથી આથી નગરજનોની આ સમસ્યા ને વાચા આપવા આજે કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર કાર્યાલયમાં ધરણા નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કમિશનર ચેમ્બર બહાર પોલીસ દ્વારા તાળાબંધી કરી દેવામાં આવી હોવા થી કોંગ્રેસ દ્વારા સતત રજૂઆત છતા તાળા ખોલવામા ના આવતા મીટીંગ હોલમા મિટિંગ ચાલુ હોવા થી કોંગ્રેસ કાર્યકરો મીટીંગ હોલ બહાર જ ધરણા અને સુત્રાચાર કરી ખંજીરા મંજીરા અને કરતાલ સાથે રામધુન બોલાવવામાં આવી.
શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગર પાલિકા મા વિરોધ પક્ષના નેતા ધવલ નંદા ,કોર્પોરેટરો અને કોંગ્રેસ નાં આગેવાનો સહિત ના ઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.