For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોરોના બાદ બાળકોમાં મોટાપાનું પ્રમાણ વધ્યું: WHOનો રિપોર્ટ

11:34 AM May 03, 2024 IST | Bhumika
કોરોના બાદ બાળકોમાં મોટાપાનું પ્રમાણ વધ્યું  whoનો રિપોર્ટ
Advertisement

બાળકોને લેપટોપ-મોબાઇલનું વળગણ પણ વધ્યું

Advertisement

કોરોના વેક્સિનને લઈને અત્યારે લોકો ખુબ જ ગભરાયેલા છે. અનેક એવા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે કે, જેને લઈને લોકોમાં ભારે કુતૂહલ પણ સર્જાયેલો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) કાર્યાલય દ્વારા એક નવો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં

કોવિડ-19 મહામારી અને 7થી 9 વર્ષના બાળકોમાં વધતા મોટાપા અંગે સંબંધ છે તેવી પુષ્ટિ કરવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યારે નાના બાળકોમાં મોટાપો સતત વધી રહ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વૈશ્વિક મહામારીના કારણે બાળકોની શારીરિક સ્થિતિ પર અસર થઈ રહીં છે.

UNના તજજ્ઞોના જણાવ્યા અનુસાર, બાળકોએ ફોન, લેપટોપ જેવા ઉપકરણોની સ્ક્રીન ખુબ જ વધારે સમય પસાર કર્યો છે. જેના કારણે શારીરિક રૂૂપે તેમને અસર થઈ છે. આ સાથે તેમના વજન પણ ખુબ જ વધી ગયો છે. નોંધનીય છે કે, ઞગ દ્વારા યૂરોપના વિસ્તારમાં આવેલા 53 સભ્યોએ 17 દેશોમાં 2021થી 2023 દરમિયાન આ સર્વે કરવામાં આવ્યું હતું. આ સર્વેમાં 50 હજારથી પણ વધારે બાળકોએ ભાગ લીધો હતો. ઠઇંઘ ના અભ્યાસમાં કોરોના દરમિયાન કેટલાક વલણ જોવા મળ્યા છે.

ડબ્લ્યુએચઓ યુરોપિયન ઑફિસમાં પોષણ, શારીરિક પ્રવૃત્તિ અને સ્થૂળતા પરના પ્રાદેશિક સલાહકાર ડો. ક્રેમલિન વિક્રમસિંઘે જણાવ્યું હતું કે, કેટલાક દેશોમાં સકારાત્મક ફેરફારો થયા છે, જેમ કે પરિવારો સાથે ભોજન કરે છે. પરંતુ, એવા દેશો પણ છે જ્યાં સ્થિતિ ચિંતાજનક છે. બાળકોમાં બિનઆરોગ્યપ્રદ રીતે ખાવા-પીવાની વૃત્તિ વધી છે અને તેમના શારીરિક રીતે નિષ્ક્રિય રહેવાનો સમયગાળો પણ વધ્યો છે.

બાળકોના વર્તણૂકમાં ફેરફાર
36 ટકા બાળકોમાં ટીવી જોવી, ઓનલાઈન ગેમ રમવી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ સતત વધારો થયો
34 ટકા બાળકોમાં અઠવાડિયામાં મનોરંજન પર સ્ક્રીન સમય વધ્યો
28 ટકા બાળકોએ ઘરની બહાર રમવા જવાનું ઓછું કરી નાખ્યું
23 ટકા બાળકોએ સપ્તાહના અંતે રમવા જવાનું ટાળી દીધું
અત્યારે મોટાભાગના બાળકો પરિવાર સાથે બેસીના જમવા લાગ્યા
42 ટકા બાળકોએ જણાવ્યું કે, તેઓ પહેલા કરતા ઓછા ખુશ છે અને તેમની સુખાકારીને અસર થઈ છે
દર પાંચ બાળકોમાંથી એક બાળક સતત દુ:ખનો અનુભવ કરવા લાગ્યો
દર ચાર બાળકમાંથી એક બાળકને એકલતાનો અનુભવ થવા લાગ્યો છે

Advertisement
Tags :
Advertisement
Advertisement