For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આંખથી અક્ષમ હોય એવી પહેલી બાર્બી ડોલ લોન્ચ

01:05 PM Jul 27, 2024 IST | admin
આંખથી અક્ષમ હોય એવી પહેલી બાર્બી ડોલ લોન્ચ

જોઇ ન શકતા બાળકોનું પ્રતિનિધિત્વ કરે છે

Advertisement

અમેરિકાની રમકડાં બનાવતી કંપની મેટલે તેમની પહેલી જોઈ ન શકતી બાર્બી ડોલ બનાવી છે. બાર્બી ડોલ બાળકોમાં દુનિયાભરમાં ફેમસ છે. જોઈ ન શકતાં બાળકો અને ઓછું દેખાતું હોય એવાં બાળકોનું પ્રતિનિધિત્વ કરતી આ બાર્બીને લોન્ચ કરી છે. આ બાળકો માટે આ ડોલ ઑનલાઇન અને સ્ટોર બન્નેમાંથી ખરીદી શકાશે. આ કંપનીનું માનવું છે કે બાર્બી ફક્ત ડોલ નથી, એ એક સેલ્ફ-એક્સપ્રેશન છે. આથી બાળકો માટે તેમને અનુરૂૂપ બાર્બી હોવી જોઈએ. આ બાર્બીના હાથમાં સ્ટિક પણ આપવામાં આવી છે. દુનિયાભરની કમ્યુનિટી અને સંસ્થાઓ આ કંપનીના નવા કેમ્પેનને બિરદાવી રહી છે. આ કંપની બહુ જલદી રંગસૂત્રને કારણે થતી જિનેટિકલ બીમારી ડાઉન્સ સિન્ડ્રોમથી પીડિત હોય એવી બ્લેક બાર્બી ડોલ પણ લોન્ચ કરવા જઈ રહી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement