For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લાખાજીરાજ શાક માર્કેટ ખાલી કરવા 104 થડાધારકોને નોટિસ

04:32 PM Jul 24, 2024 IST | Bhumika
લાખાજીરાજ શાક માર્કેટ ખાલી કરવા 104 થડાધારકોને નોટિસ
Advertisement

વર્ષો જૂનું બાંધકામ જર્જરિત થઇ જતા મનપા તોડી પાડશે, પાંચ દિવસનો સમય અપાયો

ચોમાસા દરમિયાન શહેરમાં આવેલ 500થી વધુ જર્જરીત મિલ્કતોને રીપેરીંગ અને જરૂર પડ્યે તોડી પડવાની નોટિસ આપતી હોય છે. જે પૈકી સરકારી બાંધકામોને પણ આ મુજબની નોટિસ અપાય છે. ત્યારે વર્ષો જુની લાખાજીરાજ શાક માર્કેટની હાલત જર્જરીત થઇ જતા અંદર બેસતા 104 થડા ધારકોને શાક માર્કેટ ખાલી કરવા નોટિસ અપાઇ છે. ત્યાર બાદ જુની શાક માર્કેટ તોડી આ સ્થળે નવી માર્કેટ બનાવવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.

Advertisement

મહાનગરપાલિકા દ્વારા વર્ષો જુના બાંધકામો કે જેની હાલત જર્જરીત હોય તેને તોડી પાડવા માટે નોટીસ આપી ત્યાર બાદ તેનું ડીમોલેશન કરવામાં આવતું હોય છે. રાજકોટ શહેરમાં રાજશાહી વખતની લાખાજીરાજ શાક માર્કેટ વર્ષોથી લોકોમાં પ્રખ્યાત છે. આ શાક માર્કેટમાં 104થી વધુ વેપારીઓ પોતાના થડા ધરાવે છે. ઘણા સમય પહેલા આ શાક માર્કેટમાં પોપડા પડતા હોવાની અને ચોમાસા દરમિયાન પાણી પડતું હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના લીધે મનપાના બાંધકામ વિભાગ દ્વારા આ શાક માર્કેટની ચકાસણી કરવામાં આવેલ. ત્યારે માલૂમ પડેલ કે વર્ષો પહેલા થયેલ બાંધકામ ગમે ત્યારે તુટી પડે તેવી સ્થિતિમાં હોય અને શાક માર્કેટમાં દરરોજ સેંકડોની સંખ્યામાં ગ્રાહકો પણ આવતા હોય. દુર્ઘટના સર્જાવાનો ભય ઝળુંબી રહ્યો છે. આથી આ માર્કેટને તોડી પાડવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાબતની જાણ તમામ થડા ધારકોને કરવામાં આવી હતી. છતા ચોમાસું ચાલુ થઇ ગયેલ હોય અને શાક માર્કેટના તમામ થડા આજે પણ ચાલુ રાખવામાં આવેલા હોય. દુર્ઘટનની ભીતીએ મહાનગરપાલિકાએ હવે છેલ્લી નોટિસ પાઠવી તમામ 104 થડા ધારકોએ પોતાનું માલ-સમાન અને અન્ય કેબીન તેમજ કાચુ બાંધકામ કરેલું હોય તે દુર કરી થડા ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. અને સાથો સાથ આ જર્જરીત શાક માર્કેટનું ડીમોલેશન કરી આ સ્થળ ઉપર નવી આધુનિક શાક માર્કેટ બનાવવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.

100 વેપારીઓની આજીવિકાનું શું?

લાખાજીરાજ શાક માર્કેટ ખાલી કરવા માટેની નોટિસ ફટકરી છે. માર્કેટમાં હાલ 100 જેટલા વેપારીઓ શાક ભાજીનો ધંધો કરી રહ્યા છે. ત્યારે આ માર્કેટ ખાલી કરી તોડી પાડવામાં આવે અને નવી શાક માર્કેટ બનાવવામાં આવે જેમાં ખાસો સમય લાગવાનો છે. ત્યાં સુધી આ તમામ 100 વેપારીઓ પોતાનો ધંધો ક્યાં સ્થળે કરશે. તે વિશે તંત્રએ વિગત આપી નથી. આથી આ 100 વેપારીઓની આજીવિકાનું શું થશે? તેમ ચર્ચાઇ રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement