મંગળા મેઈન રોડ ઉપર નોઈઝ પોલ્યુશન ફેલાવતું ગ્લાસ યુનિટ સીલ
જાહેર આરોગ્યને નુકસાન કરવા અંગે અગાઉ નોટિસ અપાયેલ
શહેરી વિસ્તારમાં પ્રદુષણ ઓકતા ઓદ્યોગિક એકમો વિરુદ્ધ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામા આવતી હોય છે. જેમાં ખાસ કરીને પ્રદુષણ બાબતે આજુબાજુના રહેવાસીઓ દ્વારા જ્યારે ફરિયાદ થાય ત્યારે પર્યાવરણ વિભાગ દ્વારા નોટીસ આપી યુનિટમાં આ મુદ્દે સુધારા વધારા કેવાની સુચના અપાતી હોય છે. પરંતુ નોટીસ આપવા છતાં પ્રદુષણ ચાલુ રહે ત્યારે મહાનગરપાલિકા ધી.જી.પી.એમ.સી. એક્ટ હેઠળ સીલીંગ કામગીરી કરતી હોય છે. જે અંતર્ગત આજરોજ મંગળા મેઈન રોડ ઉપર આવેલ સ્ટાર ગ્લાસ યુનિટને નોઈસ પોલ્યુસન કરવા બદલ સીલ કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેરમાં મનહર પ્લોટ 9-અ, મંગલા મેઈન રોડ, રાજકોટ ખાતે આવેલ સ્ટાર ગ્લાસ યુનિટ દ્વારા નોઈસ પોલ્યુશન ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે નોઈસ પોલ્યુશન કરવામાં આવતુ હોય, આ બાબતે નોટીસ આપવામાં આવેલ, આ ઉપરાંત આ યુનીટના ના સંચાલકોને અવાર-નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં નોઈસ પોલ્યુશન કરતા તા.01 /08/2024ના રોજ સ્થળ તપાસ કરતાં યુનિટ નોઈસ પોલ્યુશન કરતાં જણાયેલ જેથી તા.01 /08 /2024 ના રોજ સ્ટાર ગ્લાસ યુનિટ ના સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ 1949ની કલમ 376 એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ.