વિજ્ઞાન અને આધ્યાત્મિકતા દ્વારા માતૃત્વનો ચમત્કાર
‘60 વર્ષના એક મહિલા જે મેનોપોઝમાં હોવા છતાં બાળકની ઈચ્છા પૂરી કરવા માટે આવે છે. બાળકના જન્મ માટે તે કાંઈ પણ કરવા તૈયાર હોય છે અને તે એટલા બધા પોઝિટિવ હતા કે મજાકમાં કહેતા કે ડોક્ટર આપણા બંનેનું બાળક એક જ શાળામાં અને એક જ ક્લાસમાં ભણશે. તે મહિલાનો આત્મવિશ્વાસ અને સકારાત્મકતા એટલી અસરકારક હતી કે તેણીને ફર્સ્ટ સાઈકલમાં જ ગર્ભમાં બાળકનું અવતરણ થયું, અને હાલ અમારા બંનેના સંતાન એક જ ક્લાસમાં ભણે છે. આ કિસ્સો કહેવાનું કારણ એ જ કે નિ:સંતાન દંપતી જો સકારાત્મક રહી અને પ્રયત્ન કરે તો ચોક્કસ સંતાન પ્રાપ્તિ થાય છે. ‘આ શબ્દો છે રાજકોટના ગ્લોબલ આઈવીએફ સેન્ટરના ડો. ફાલ્ગુની સુરેજાના
ફાલ્ગુની સુરેજાનો જન્મ જામનગર જિલ્લાના ધ્રોલ ગામે થયો. પિતાજી ગણેશભાઈ નંદાસણા લોયર હતા અને માતા કાંતાબેન નંદાસણા ગૃહિણી હતા.બાળકોના જન્મ બાદ જામનગર શિફ્ટ થયા.તેઓના દાદા અને પપ્પાના ભાઈઓ ખેતી કરતા. પરિવારની સ્થિતિ સામાન્ય હોવા છતાં બાળકોને તેઓએ સારી શાળામાં ભણાવ્યા જે જીવન માટે ખૂબ ઉપયોગી બન્યું.ભણતા ત્યારે નર્સિંગ કરીને ફોરેન જવાનું સ્વપ્ન હતું.ભણવા કરતા ઈતર પ્રવૃત્તિમાં રસ વધુ હતો છતાં દસમા ધોરણમાં સારું રીઝલ્ટ આવ્યું તેથી મેડિકલ ફિલ્ડમાં જવાનું પરિવાર અને શાળાના શિક્ષકો દ્વારા સૂચન કરાયું. એમબીબીએસ રાજકોટ પીડીયુ કોલેજમાં કર્યું પછી એમ ડી એન્ટ્રન્સની તૈયારી કરી આ સમય દરમિયાન કોલેજના સાથી દર્શન સુરેજાને જીવન સાથી બનાવવાનો નિર્ણય કર્યો હતો. ડો.દર્શન ગાયનેક હોવાથી તેને મદદરૂૂપ થાય તે લાઇન લેવાનું નક્કી કર્યું હતું. એરેન્જ કમ લવ મેરેજ બાદ 2012માં ગ્લોબલ ઈંટઋ શરૂૂ કર્યું. આ બાબત ડોક્ટર ફાલ્ગુનીબેન સુરેજા જણાવે છે કે ‘પતિ દર્શન સુરેજા ગાયનેક હોવા છતાં તેઓ સામાન્ય પ્રેક્ટિસ કરતા કંઈક અલગ કરવા માગતા હતાં.બાળક કન્સિવ થવું એ નેચરલ પ્રોસેસ છે એટલે અમે આ કુદરતની પ્રક્રિયામાં માધ્યમ બનીએ છીએ. આયુર્વેદ અને પંચકર્મમાં તેમજ ગર્ભાધાન સંસ્કારમાં પણ, માનીએ છીએ .જો આહ્વાન કરવામાં આવે તો આજે પણ શિવાજી મહારાજ અને સ્વામી વિવેકાનંદ જરૂર જન્મી શકે.’
આધ્યાત્મિકતાનો વારસો તેઓને સાસુ વનિતાબેન સુરેજા અને સસરા વલ્લભભાઈ સુરેજા પાસેથી મળ્યો.તેઓ ડોક્ટર હોવા સાથે 9 વર્ષની વિદેહી અને 4 વર્ષની શિવાંશીના માતા પણ છે જેથી માતૃત્વની લાગણી વધુ સમજી શકે છે.જેને માતૃત્વ પ્રાપ્ત નથી તેઓ માટે સુરેજા દંપતી ભગવાનના આશીર્વાદ સમાન છે. પેશન્ટને ઉપયોગી થાય તે માટે નેશનલ, ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં જાય છે જ્યાં નવી શોધ અને લેટેસ્ટ ટેકનોલોજી વિશે માહિતગાર થાય છે, એટલું જ નહિ આસપાસના ગામોમાં અવેરનેસ આવે તે માટે સેમિનાર લેવા પણ જાય છે.લાઇફ સ્ટાઇલ,સ્ટ્રેસ લેવલ ,મહત્ત્વકાંક્ષા તેમજ પેસ્ટ્રિસાઇડ વાળા અનાજ,શાકભાજીના કારણે બાળકો થવાની શક્યતા ઘટતી જાય છે તેથી તેમાં સુધારો લાવવાની જરૂૂર છે.
સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે હોલિસ્ટિક આઈવીએફ સેન્ટર
ડો.દર્શન સુરેજા અને ડો.ફાલ્ગુની સુરેજા એ હોલિસ્ટિક આઈવીએફ સેન્ટર બાબત જણાવ્યું કે, અમે ગમે તેટલા પ્રયત્નો કરીએ તો પણ અમુક કેસમાં ફેઇલ જતા હતા તેમાં પેશન્ટની સાઇકોલોજી પણ જવાબદાર હતી. તેથી હોલિસ્ટિક આઈવીએફની શરૂૂઆત કરી. પેશન્ટને સાઇકોલોજિકલ ટ્રીટ કરવા માટે હીલિંગ,મેડિટેશનથી ઘણાં સારા પરિણામ મળ્યા છે.ભારતમાં પ્રથમ વખત હોલીસ્ટિક IVF સેન્ટર છે જ્યાં જુદી જુદી થેરેપી,કાઉન્સિલિંગ,સાઉન્ડ હીલિંગ,મેડિટેશન વગેરે અનેક સકારાત્મક ઉપાયો છે.
એમ્બ્રોલોજી આપે છે બાળકનું વરદાન
ડો.ફાલ્ગુનીબેને જણાવ્યું કે, ‘એમ્બ્રોલોજી એટલે ગર્ભ વિજ્ઞાન. સ્ત્રીનું બીજ બહાર કાઢી પુરૂષ બીજ બહાર કાઢી બહાર ગર્ભ બનાવવાનું વિજ્ઞાન.બહાર પ્રોસેસ કરીને ગર્ભ બનાવવાનું કામ IVF લેબમાં થાય.વાંચવામાં સરળ લાગતી આ વાત સહેલી નથી.બનેલા એમ્બ્રોયસને ઇન્ક્યુબેટરમાં મૂકવામાં આવે કે જેમાં માતાના ગર્ભ જેવું વાતાવરણ હોય છે.આ રીતે પાંચ દિવસનો ગર્ભ બહાર બનાવીને માતાના ગર્ભમાં ટ્રાન્સફર કરવાનો હોય છે.વધારાના બનેલા ગર્ભને માઈનસ 190 ડિગ્રીએ ફ્રીઝ કરી પ્રોસેસ કરીને મૂકી દીધા બાદ ફરીથી માતા બનવામાં ઉપયોગી થાય છે.ચાર કે પાંચ વર્ષ જૂના એમ્બ્રોયસનો ઉપયોગ કરીને બાળક થયાના દાખલા છે.
તમારી સંસ્કૃતિને ન ભૂલો
અત્યારે જે યુવા દીકરીઓ છે તેને સંદેશ આપતા જણાવ્યું કે તમારા મૂળને ન ભૂલો. તમારી સંસ્કૃતિ વિસરીને બીજાની સંસ્કૃતિ અપનાવવાની ભૂલ ન કરો. માતાને ખાસ જણાવવાનું કે એકથી વધુ બાળકો હોવા જરૂૂરી છે કારણ કે સિંગલ ચાઈલ્ડના અનેક સાયકોલોજિકલ પ્રશ્નો ઊભા થાય છે. મહિલાઓમાં અખૂટ શક્તિનો ભંડાર છે તે જે ચાહે તે કરી શકે છે.