એક જ જીવનમાં પુષ્કળ જિંદગી જીવવાનું સ્વપ્ન છે સુજાતા મહેતાનું
સુજાતા મહેતાનું નામ આવે એટલે નાટ્યરસિકોને :ચિત્કાર યાદ આવે,ફિલ્મ રસિકોને પ્રતિઘાત અને ટેલિવિઝનના દર્શકોને શ્રીકાંત યાદ આવે.સ્ટેજ,ફિલ્મ,મોડેલિંગ એમ દરેક ક્ષેત્રે તેમનું પ્રદાન રહેલું છે.નવી પેઢીની ભાષામાં મલ્ટિ ટેલેન્ટેડ કહી શકાય એવા સુજાતા મહેતાએ ગુજરાતી રંગભૂમિ તેમજ ફિલ્મોમાં પોતાનું યોગદાન આપી એક નવી ઊંચાઈ સર કરી છે.
પ્રહલાદરાય અને રેખાબેનની દીકરી સુજાતા નાની હતી ત્યારથી જ નાટક,રસ-ગરબા અને ડાન્સના દરેક પ્રોગ્રામમાં ઉત્સાહભેર ભાગ લેતી હતી કાકા હસુ મહેતા અને કાકી દેવયાની મહેતા નાટક સાથે સંકળાયેલા હતા એટલે તેમની સાથે રિહર્સલમાં જતા જતા પોતે પણ સ્ટેજ પર પ્રથમ પગલું મૂક્યું અને એ નાનકડા પગલાંએ ત્યારબાદ સફળતાની અનેક ક્ષિતિજો સર કરી
મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડતો હોય છે જયારે સુજાતા મહેતાને કેરિયરની શરૂૂઆતમાં જ પ્રતિઘાત જેવી દમદાર ફિલ્મમાં દમદાર ભૂમિકા મળી જેના દ્વારા સુજાતાએ શરૂૂઆતથી જ ટોચનું સ્થાન હાંસલ કર્યું સાઇકોલોજી સાથે એમ. એ. કરેલ સુજાતા મહેતાએ કદાચ એટલે જ ચિત્કારની ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવી હશે
11 માર્ચ 1959માં નવસારીમાં જન્મેલા સુજાતા મેહતાના પિતાજીને ડિટર્જન્ટ બનાવવાની ફેક્ટરી હતી પરંતુ એ બિઝનેસ છોડીને પિતાજી અને દાદાજી આઝાદીના સંગ્રામમાં જોડાઈ ગયા. સુજાતાના નાના પણ મલ્ટિમિલિયોનર હતા તેમ છતાં રંગુનથી આવીને સ્વતંત્રતાનીની ચળવળમાં જોડાઈ ગયા હતા. સુજાતા કહે છે કે કદાચ એટલે જ જુસ્સો અને ઉત્સાહ મને તેમના તરફથી વારસામાં જ મળી ગયો હતો. જે ‘પ્રતિઘાત’ અને ‘ચિત્કાર’માં તેમના અભિનયમાં પણ દેખાય છે પોતાના જીવનમાં અને કેરિયારમાં મહત્ત્વનો ભાગ ભજવનાર નાટક ચિત્કાર તેઓ માટે હંમેશા યાદગાર છે
આ બાબત તેણીએ જણાવ્યું કે, ગુજરાતી નાટક ચિત્કારના લેખક લતેશ શાહ નાયર હોસ્પિટલમાં ડોક્ટર્સ સાથે કામ કરતા હતા ત્યારે એક કેસ હીસ્ટરીમાંથી રચાઈ ચિત્કારની સ્ટોરી અને કોઈપણ નાટકના 25 થી 30 શો થાય એટલે એ નાટક વખણાયેલ નાટક કહેવામાં આવે છે અને ચિત્કાર માટે પણ કલાકારોએ એવું જ વિચાર્યું હતું પરંતુ સ્વપ્નમાં પણ ન વિચારી શકાય એટલા 800થી વધુ શો થયા.
સુજાતા મહેતાને ગમે છે...
સુજાતા મહેતાને પણ શ્રીદેવીની જેમ ગમે છે સફેદ કલર
તેમના પસંદગીના અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રીમાં કાજોલ છે અને નવી પેઢીના કલાકારોમાં તેમને રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગમે છે
જો તે અભિનેત્રી ન હોત તો તે કોઈ ટ્રાવેલિંગ કંપની ચલાવતી હોત
ફેવરિટ ડેસ્ટિનેશન હિમાલય છે પણ ટ્રાવેલિંગનો ખૂબ શોખ હોવાથી ફ્રી સમયમાં અલગ અલગ સ્થળ પર નીકળી જાય છે
સ્ટેજ કલાકારોમાં તેમને દેવેન ભોજાણી ગમે છે પણ સાથોસાથ પરેશ રાવલ,દિશા વાંકાણી અને સરિતા જોશી પણ માનીતા કલાકારો છે
મહિલા સ્વતંત્રતાના નામે ખોટું મહત્ત્વ ન મેળવો
મહિલાઓને સંદેશો આપતા સુજાતા મહેતા કહે છે કે ખોટી સ્ત્રી સ્વતંત્રતાના ભ્રમમાં ન રહો.તમને તમારા હક્ક મળવા જોઈએ હક્ક માટે લડો પરંતુ વુમન લીડના નામે ખોટો મેસેજ ન ફેલાવો. જીવો અને જીવવા દો અને મજાથી જીવો સ્વપ્ન જુઓ અને સ્વપ્નાં પૂરા કરો.સ્ત્રી ધારે તે કરી શકે છે.તમારામાં ભગવાને મૂકેલ કલાને ઉજાગર કરો.
અભિનયની રોમાંચક સફર
4 13 વર્ષની વયે ‘વેઇટ અનટીલ ડાર્ક’માં અંધ છોકરીની ભૂમિકા ભજવીને સ્ટેજ પર પોતાનું પ્રથમ પગલું ભર્યુ હતું
4 ત્યારબાદ કાંતિ મડિયાના નાટક ‘અમે બરફના પંખી’માં કેન્સરપીડિત યુવતીની યાદગાર ભૂમિકા ભજવી હતી
4 ઉપેન્દ્ર ત્રિવેદી સાથે પેરેલિસિસમાં દૂરદર્શનનું નાટક મૃગજળમાં ઉછરીને અમે સીંચી વેલમાં સરોગેટ મધર તેમજ ‘તારે મન હું અને મારે મન તું’ જેવા યાદગાર નાટક કર્યા
4 કેરિયરની હાઈટ ગણી શકાય એ નાટક ‘ચિત્કાર’ કે જેમાં સુજાતા મહેતાએ મેન્ટલી ડિસઓર્ડર યુવતીની યાદગાર ભૂમિકા ભજવી.
4 નાટક ચિત્કારમાં તેમનો અભિનય જોઈને જે માઈલસ્ટોનરૂપ ફિલ્મ બની તે 1987માં સુપર હિટ ગયેલ ફિલ્મ પ્રતિઘાત હતી જે એ સમયે 150 વીક સુધી ચાલી હતી
4 નાટકની સાથે સાથે મોડેલિંગ,ફિલ્મ કેરિયર તેમજ ટેલિવિઝન ક્ષેત્રે અભિનય યાત્રા ચાલુ જ રાખી
4 દૂરદર્શનમાં શરદબાબુની શ્રીકાંત અને ડેઇલી સોપ ઓપેરા ‘ખાનદાન’ પણ કરી
4 કેરિયરની શરૂૂઆતમાં જ પ્રતિઘાત જેવી ફિલ્મ મળ્યા બાદ અન્ય ઘણી ફિલ્મમાં પોતાની અભિનય પ્રતિભા દર્શાવી