મોટામાં મોટા રોગોનો ઈલાજ આયુર્વેદની પંચકર્મ ચિકિત્સામાં છે; ચાલો જાણીયે પંચકર્મમાં નસ્ય કર્મ વિષે
પંચકર્મ એ આયુર્વેદ ની એક વિશિષ્ટ પ્રકાર ની સારવાર ની રીત છે. સામાન્ય રીતે કોઇ પણ રોગ માં આપણે દવાઓ લઇએ છીએ, કે જે દવાઓ થી તે રોગ ના કારણરૂૂપ કચરો ધીમે ધીમે શરીર માં ઓછો થાય છે. જ્યારે પંચકર્મ સારવાર વડે એ કચરો એકીસાથે શરીર ની બહાર કાઢી નાખવામાં આવે છે. જેવી રીતે મેલા કપડા ને ધોવાથી તેમાં રહેલા ડાઘ અશુદ્ધિઓ દૂર થઇ જાય તેવી જ રીતે પંચકર્મ થી શરીર ની સાફ સફાઇ થી શરીર ની અંદર રહેલ કચરો દૂર થઇ જાય છે. આયુર્વેદ મુજબ વાયુ-પિત્ત-કફ એ રોગ કરનારા કારણો માં મુખ્ય છે, આ ત્રણેય ને દોષ કહેવામાં આવેલ છે. આ દોષો ના મુખ્ય સ્થાન રૂૂપ જે ભાગ કહ્યા છે, તે ભાગ માંથી પંચકર્મ દ્વારા તે દોષ ને દૂર કરવામાં આવે છે.
પંચ એટલે પાંચ, કર્મ એટલે પ્રક્રિયા, આમ અલગ અલગ રોગો માટે કરવામાં આવતી મુખ્ય પાંચ પ્રક્રિયાઓ એટલે પંચકર્મ. આમાં પાંચ ક્રિયાઓ નો સમાવેશ થાય છે , જેથી પંચકર્મ તરીકે ઓળખવામાં આવે છે. પંચકર્મમાં પાંચ કર્મ વમન, વિરેચન, બિસ્ત, રક્તમોક્ષણ અને નસ્ય કર્મનો સમાવેશ થાય છે. તેનાથી નસ્ય કર્મ ત્વચા, વાળ, આંખ, કાન તથા ગળા સંબંધિત રોગો માટે ઉત્તમ ચિકિત્સા છે.નસ્ય કર્મ એટલે નાક દ્વારા અપાતી ચિકિત્સા.
ગળાની હાંસડીથી ઉપરના ભાગના તમામ રોગોને દૂર કરવા માટે નાકમાં દવાયુક્ત તેલ અથવા ઘી નાખવાની પ્રક્રિયાને નસ્ય કહેવામાં આવે છે. નાકમાં ચેતાતંતુના ઘણા છેડા ખુલતા હોય નાકને મગજનો મુખ્ય દ્વાર કહેવામાં આવે છે. નાકમા નાંખવાનાં આવેલી દવાની સીધી અસર મગજ પર થાય છે.આ ઉપરાંત નાક શ્વસનતંત્રનો મુખ્ય અંગ હોવાથી શ્વાસ સંબંધી તમામ રોગોમાં નસ્ય કર્મ ઉપયોગી છે. નસ્યથી નાકની અંદરની ચામડી પર જામેલા મ્યુકસ દૂર કરે છે જેથી મગજના કોષોને ઉત્તેજીત થાય છે. પરિણામે, સમગ્ર ચેતાતંત્ર ઉપર નિયંત્રણ કરી શકાય છે. દર્દીના માથા, ચહેરા, ગરદન પર હુંફાળા તેલની માલિશ ઔષધીઓના વરાળીયા શેકપછી નસ્ય કરવામાં આવે છે. જેથી લોહીનુ પરિભ્રમણ વધી જવાથી ઔષધની અસર મગજ ઉપર જલ્દી થાય છે. નસ્ય કર્મ થી નાકમાં ગયેલી દવા મગજ , જોવાના, સાંભળવાના, સ્વાદ, ગંધ પારખવા અને બોલવાના કેન્દ્રો ઉપર અસર કરે છે અને ચેતા તંતુમા જામી ગયેલા કફને દૂર કરે છે. આ દવા નાકની આંતર ત્વચામાં શોષાય અને છેક કરોડરજ્જુ સુધી ફેલાય છે, ઇન્દ્રિયોની શક્તિમાં વધારો કરે છે.
નસ્ય કર્મના મુખ ત્રણ પ્રકાર છે.
1. વિરેચન નસ્ય
2. બૃહણ નસ્ય
4. શમન નસ્ય
આ ઉપરાંત મર્શ, પ્રતિમર્શ, અવપીડન, પ્રધમન, શિરોવિરેચન વગેરે તેના પેટા પ્રકાર છે. સામાન્ય રીતે વાળના રોગો અને ત્વચાની સુંદરતા માટે શમન નસ્ય તથા પ્રતિમર્શ નસ્ય ચિકિત્સા ઉપયોગમાં લેવાય છે.ત્વચાની કાળાશ, કાળા કુંડાળા, ચહેરા પર ડાઘા, પિગ્મેટેશન વગેરે માટે શમન નસ્ય ઉત્તમ પરિણામ આપે છે.
નસ્ય શેનાથી અપાય છે?
સામાન્ય રીતે નસ્ય ઔષધયુકત તેલ, ધી, ઔષધિઓના રસ કે ઉકાળા, બદામનું તેલ, અણુ તેલ વગેરેથી અપાય છે.
નસ્ય ચિકિત્સા વિશિષ્ટ પદ્ધતિ છે,ઉત્તમ પરિણામ માટે નિષ્ણાત ચિકિત્સક પાસે જ લેવી હિતાવહ છે. સામાન્ય રીતે નસ્યકર્મ આપતા પહેલાં મસ્તકને વિશિષ્ટ સ્થિતિમાં રાખવામાં આવે છે. ત્યાર બાદ વાળ કે ત્વચાના રોગ મુજબ ઔષધયુક્ત ઘી, તેલ કે આયુર્વેદિક પદ્ધતિથી બનાવેલા ક્રીમથી ચહેરા પર માલિશ કર્યા બાદ ચહેરા પર શેક કરવામાં આવે છે અને પછી વારાફરતી બંને નસકોરામાં જે તે તકલીફ મુજબ ઘી, તેલ કે દવાના ઉકાળા નાખવાનાં આવે છે. યોગ્ય પદ્ધતિથી જો નસ્ય ચિકિત્સા થાય તો થોડા સમય મા રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે.
નસ્ય કર્મના ફાયદા
- નિયમિત નસ્ય કરવાથી આંખ, કાન ,નાક ,મસ્તક , ખભા ના પ્રદેશ સ્વસ્થ રહે છે .
- ચેહરા પર કરચલી પડવી, વાળ નું સફેદ થવું, માથા ના ટાલ પડવી વગેરે અટકાવે છે.
- માથાનો દુખાવો, કાયમી શરદી, માનસિક રોગો વગેરે માં રાહત આપે છે
- નસ્ય કર્મ કરવાથી ગળા ની ઉપરનો મસ્તિષ્ક નો જે ભાગ છે એની અંદર જે પણ સમસ્યા હોય એ મટે છે.
- ત્વચાના રોગમાં આંખની આસપાસના કાળા કુંડાળા, ખીલ, ચહેરા પરના કાળા ડાઘ, હાઇપર પિગ્મેન્ટેશન, ચહેરા પરના ખાડા કે ડેમેજ સ્કિન વગેરે દરેક સમસ્યામાં ઉત્તમ પરિણામ મળે છે.
- નસ્ય ચિકિત્સાથી આંખનો થાક, લાલાશ, ચશ્માંના નંબર વગેરેમાં ખૂબ ફાયદો થાય છે.
- નસ્ય લેનારની આંખ, નાક અને કાનની શક્તિ ક્યારેય નાશ પામતી નથી અને તેના રોગ પણ થતા નથી.
- જુની શરદી, સાયનસ, માઇગ્રેન, માથાનો દુ:ખાવો, અનિદ્રા અથવા ઓછી ઊંઘ, ઓછી અથવા મંદ યાદશક્તિ, ડિપ્રેશન કે અન્ય માનસિક રોગમાં પણ ખૂબ જ ફાયદો થાય છે.
- ત્વચા, વાળ કે ગળાથી ઉપરના ભાગના સૌંદર્ય અને સ્વાસ્થ્ય વધારવા માટે આયુર્વેદમાં ઘણીબધી ચિકિત્સા પદ્ધતિઓ છે. તેમાંની પંચકર્મ ચિકિત્સા એ ઉત્તમ શોધન ચિકિત્સા એટલે કે શરીરની પૂરેપૂરી શુદ્ધિ ચિકિત્સા છે.
- ઉત્તમ પરિણામ માટે નસ્ય ચિકિત્સા વિશિષ્ટ પદ્ધતિ છે, જે નિષ્ણાત ચિકિત્સક પાસે જ લેવી હિતાવહ છે.
સામાન્ય રીતે નસ્યકર્મ આપતા પહેલાં મસ્તકને વિશિષ્ટ સ્થિતિમાં રાખવામાં આવે છે. ત્યાર બાદ વાળ કે ત્વચાના રોગ મુજબ ઔષધયુક્ત ઘી, તેલ કે આયુર્વેદિક પદ્ધતિથી બનાવેલા ક્રીમથી ચહેરા પર માલિશ કર્યા બાદ ચહેરા પર શેક કરવામાં આવે છે અને પછી વારાફરતી બંને નસકોરામાં જે તે તકલીફ મુજબ ઘી, તેલ કે દવાના ઉકાળા વિશિષ્ટ રીતે સુંઘાડવામાં આવે છે. યોગ્ય પદ્ધતિથી જો નસ્ય ચિકિત્સા થાય તો તો થોડા જ સમયનાં જે તે રોગ મટી શકે છે.
આયુર્વેદ હજારો વર્ષોના અનુભવથી રચાયેલું વિજ્ઞાન છે.આયુર્વેદ અપનાવીએ અને પોતાના શરીર ને તંદુરસ્ત રાખીએ.