For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

'તમારો આવો ટોન સ્વીકાર્ય નથી…' રાજ્યસભામાં જયા બચ્ચન અને અધ્યક્ષ જગદીપ ધનખર વચ્ચે થઇ ઉગ્ર બોલાચાલી

01:55 PM Aug 09, 2024 IST | Bhumika
 તમારો આવો ટોન સ્વીકાર્ય નથી…  રાજ્યસભામાં જયા બચ્ચન અને અધ્યક્ષ જગદીપ ધનખર વચ્ચે થઇ ઉગ્ર બોલાચાલી
Advertisement

હું એક કલાકાર છું, બોડી લેંગ્વેજ અને એક્સપ્રેશન સમજુ છું, માફ કરો તમારો જે ટોન છે એ મને બિલકુલ સ્વીકાર્ય નથી: જયા બચ્ચન

તમે કોઇપણ હો, ભલે તમે સેલિબ્રિટી હો, હું આવી બાબતોને બિલકુલ સહન નહીં કરું, તે મારા ટોન, મારી ભાષા અને સ્વભાવની વાત છે: ધનખડ

Advertisement

રાજ્યસભામાં સાંસદ જયા બચ્ચન અને અધ્યક્ષ જગદીપ ધનખર વચ્ચે જોરદાર બોલાચાલી થઈ છે. અધ્યક્ષ ધનખરે જયા અમિતાભ બચ્ચનને કહ્યું ત્યારે જયા બચ્ચન ગુસ્સે થઈ ગયા. તેણે કહ્યું કે તે એક કલાકાર છે અને બોડી લેંગ્વેજ સારી રીતે સમજે છે. જયાએ તો ત્યાં સુધી કહ્યું કે મને માફ કરજો, પણ તમારો જે ટોન છે એ મને બિલકુલ સ્વીકાર્ય નથી. અધ્યક્ષે જયા બચ્ચનને જયા અમિતાભ બચ્ચન કહીને બોલાવ્યા હતા, જેના પર રાજ્યસભા સાંસદે ઘણી વખત વાંધો વ્યક્ત કર્યો હતો.

હકીકતમાં, જ્યારે રાજ્યસભામાં જયા બચ્ચનનો બોલવાનો વારો આવ્યો ત્યારે અધ્યક્ષે તેમનું નામ બોલાવ્યું. આના પર જયા બચ્ચને કહ્યું, "હું એક કલાકાર છું, હું બોડી લેંગ્વેજ અને એક્સપ્રેશનને સમજું છું. મને માફ કરી દો, પણ તમારો જે ટોન છે એ મને બિલકુલ સ્વીકાર્ય નથી. અમે સહકર્મીઓ છીએ, ભલે તમે ખુરશી પર કેમ ન હોવ." તમે બેઠા છો?" આના પર અધ્યક્ષે કહ્યું કે, "એવું ન માનો કે માત્ર તમારી જ પ્રતિષ્ઠા છે. સંસદના વરિષ્ઠ સભ્ય તરીકે તમારી પાસે અધ્યક્ષની પ્રતિષ્ઠાને નીચી પાડવાનું લાયસન્સ નથી."

અધ્યક્ષે કહ્યું, "તમે કોઈ પણ હો, ભલે તમે સેલિબ્રિટી હો, હું આવી બાબતોને બિલકુલ સહન નહીં કરું. તે મારા ટોન, મારી ભાષા અને મારા સ્વભાવની વાત છે. હું કોઈના કહેવા પર કામ કરતો નથી. આ દરમિયાન સંસદમાં ભારે હોબાળો થયો હતો. હંગામો એટલો વધી ગયો કે વિપક્ષે આરોપ લગાવ્યો કે સ્પીકરે જયા બચ્ચન સાથે ગેરવર્તન કર્યું છે. જેનાથી નારાજ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ પણ કર્યું હતું. તેના પર અધ્યક્ષે કહ્યું કે હું જાણું છું કે વિપક્ષ માત્ર ગૃહને અસ્થિર કરવા માંગે છે.

ગૃહમાંથી બહાર આવતાં જયા બચ્ચને મીડિયાને કહ્યું, "મેં સ્પીકરના ટોન સામે વાંધો ઉઠાવ્યો. અમે શાળાએ જતા બાળકો નથી. અમારામાંથી કેટલાક વરિષ્ઠ નાગરિકો છે. હું તેમના ભાષણના ટોનથી પરેશાન થઈ ગઈ હતી અને ખાસ કરીને જ્યારે વિપક્ષ જ્યારે નેતા બોલવા ઉભા થયા, તેમણે માઈક બંધ કરી દીધું તમે વિપક્ષના નેતાને કઈ રીતે બોલવા દો?

જયા બચ્ચને વધુમાં કહ્યું હતું કે, "મારો મતલબ દર વખતે અસંસદીય શબ્દોનો ઉપયોગ થાય છે, જે હું અહીં બધાની સામે કહેવા માંગતી નથી. તેમણે કહ્યું કે તમે સેલિબ્રિટી છો જેનાથી મને કઈ ફર્ક્ર પડતો નથી. હું તેમને કાળજી લેવા માટે નથી કહી રહી. હું સંસદની સદસ્ય છે. હું જાણું છું કે હું શું કહું છું. આ દિવસોમાં સંસદમાં જે રીતે વાતો થઈ રહી છે, તે પહેલાં કોઈ બોલ્યું નથી."

રાજ્યસભામાં ધમાલ પછી જે.પી.નડ્ડાએ વિપક્ષ સામે નિંદા પ્રસ્તાવ રજૂ કર્યો
સાંસદ જયા બચ્ચન અને અધ્યક્ષ જગદીપ ધનખડ વચ્ચે ભારે બબાલ બાદ સરકાર તરફથી સાંસદ જયા બચ્ચનની ભારે નિંદા કરવામાં આવી છે. આ વચ્ચે રાજ્યસભામાં આરોગ્ય મંત્રી જેપી નડ્ડા દ્વારા વિપક્ષની વર્તણૂક સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ વર્તણૂકને બિન સાંસદીય ગેરશીસ્ત અને અપમાન કારી ગણવેલી હતી. આની સામે જે.પી.નડ્ડાએ રાજ્યસભામાં વિપક્ષની નિંદા કરતો પ્રસ્તાવ રજુ કર્યો હતો અને આજની ધમાલ બાદ રાજ્યસભામાંથી સમગ્ર વિપક્ષ વોકઆઉટ કરી ગયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement