ઉત્તરપ્રદેશમાં યોગીની પોલીસ ઓન ફાયર, ત્રણ કલાકમાં બે એન્કાઉન્ટરમાં ત્રણ ઠાર
પત્રકારના બે હત્યારા અને ઝારખંડના હિસ્ટ્રીશીટરનું મોત, એક AK 47 મળી
યુપીમાં 3 કલાકમાં 3 ગુનેગારોનું એન્કાઉન્ટર થયું છે. પોલીસે મોટી કાર્યવાહી કરીને સીતાપુર હત્યા કેસના બે શૂટર અને ઝારખંડના એક કુખ્યાત ગુનેગારને ઠાર માર્યો છે. કુખ્યાત ગુનેગાર પાસેથી AK 47 મળી આવી છે.
યુપીમાં 3 કલાકમાં એન્કાઉન્ટરમાં પોલીસે 3 ગુનેગારોને ઠાર માર્યા છે. સીતાપુર પત્રકાર રાઘવેન્દ્ર બાજપાઈ હત્યા કેસમાં પિસાવન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે બે શૂટરને ઠાર માર્યા છે. પ્રયાગરાજ જિલ્લામાં, ઝારખંડના કુખ્યાત ગુનેગાર આશિષ રંજનને શંકરગઢ વિસ્તારમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. કુખ્યાત ગુનેગાર આશિષ રંજન પાસેથી AK 47 મળી આવી છે. સીતાપુરના બંને શૂટર ફરાર હતા.
પ્રથમ એન્કાઉન્ટર પ્રયાગરાજમાં થયું હતું. પોલીસને વિશ્વસનીય બાતમી મળી હતી
કે ઝારખંડના ધનબાદનો રહેવાસી હિસ્ટ્રીશીટર આશિષ રંજન ઉર્ફે છોટુ સિંહ તેના એક સાથી સાથે પ્રયાગરાજ જઈ રહ્યો છે અને એક મોટો ગુનાહિત કૃત્ય આચરશે. આ ગુપ્ત માહિતીના આધારે, STFના પ્રયાગરાજ યુનિટની એક ટીમ આરોપીને પકડવા માટે શિવરાજપુર ચોકડી પાસે પહોંચી. આ દરમિયાન, આરોપી આશિષ રંજન ત્યાંથી પસાર થયો, જ્યારે STFએ તેને પડકાર ફેંક્યો, ત્યારે તેણે AK 47 રાઇફલ અને 9 ળળ પિસ્તોલથી STF ટીમ પર અંધાધૂંધ ગોળીબાર શરૂૂ કરી દીધો. આ ગોળીબારમાં STFના ત્રણ જવાન જેપી રાય, પ્રભંજન અને રોહિત બચી ગયા. જવાબી ગોળીબારમાં રંજનને ગોળી વાગી હતી. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તેમણે કહ્યું કે STFએ ઘટનાસ્થળેથી એક AK 47 રાઇફલ, 9 ળળ પિસ્તોલ, મોટી માત્રામાં કારતૂસ અને એક મોટરસાઇકલ જપ્ત કરી છે.
બીજી એન્કાઉન્ટર સીતાપુર જિલ્લામાં થયું હતું. અહીં પત્રકાર રાઘવેન્દ્ર બાજપાઈ હત્યા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પિસાવન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરદોઈ સીતાપુર બોર્ડર પર પોલીસે એન્કાઉન્ટરમાં બે શૂટરોને ઠાર માર્યા છે. રાઘવેન્દ્ર બાજપાઈ હત્યા કેસમાં માર્યા ગયેલા શૂટરો પર એક-એક લાખ રૂૂપિયાનું ઇનામ હતું. તમને જણાવી દઈએ કે સીતાપુરમાં 8 માર્ચે હેમપુર ઓવરબ્રિજ પર પત્રકાર રાઘવેન્દ્ર બાજપાઈની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં કરદેવ મંદિરના બાબા સહિત બે આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ કેસમાં બંને શૂટરો ફરાર હતા. ટીમો તેમની શોધમાં લાગી ગઈ હતી.