For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યોગી અચાનક દિલ્હીમાં; વડાપ્રધાન મોદી, અમિત શાહ, જે.પી. નડ્ડા સાથે મેરેથોન બેઠક

11:23 AM Jul 21, 2025 IST | Bhumika
યોગી અચાનક દિલ્હીમાં  વડાપ્રધાન મોદી  અમિત શાહ  જે પી  નડ્ડા સાથે મેરેથોન બેઠક

પાટનગર દિલ્હીમાં અત્યારે રાજકીય માહોલ ગરમ છે. એક તરફ ભાજપ પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષને નિમવાની કામગીરીમાં વ્યસ્ત છે ત્યારે ચાનક યોગી આદિત્યનાથ દિલ્હી પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદીની સાથે અન્ય ટોચના નેતાઓ સાથે મુલાકાતને લઈ ફરી દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

Advertisement

હાલમાં ભાજપમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂકની કવાયત ચાલી રહી છે. નવા અધ્યક્ષ કોણ બનશે? તેને લઈને ઘણી અટકળો વહેતી થઈ છે. એવા સમયે આજે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દિલ્હીના પ્રવાસે છે, જ્યાં તેમણે ત્રણ ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી છે.

દિલ્હી પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વડા પ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે વારાફરતી મુલાકાત કરી હતી. આ મુલાકાત ત્રણ કલાક સુધી ચાલી હતી. જેમાં યોગી આદિત્યનાથે સૌથી લાંબી મુલાકાત જેપી નડ્ડા સાથે કરી હતી. જેથી આ મુલાકાતનો હેતુ શું હતો? એને લઈને સસપેન્સ ઊભું થયું છે.

Advertisement

ઉત્તર પ્રદેશમાં પણ નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થવાની છે. નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક બાદ ઘણા ફેરફાર થઈ શકે છે. જેમાં પ્રધાનમંડળમાં ફેરફાર થવાની પણ સંભાવના છે. આ સિવાય ભાજપના જ નેતાઓ યોગી સરકારથી નારાજ છે. જેમાં અનુપ્રિયા પટેલનો સમાવેશ થાય છે. તેમને કઈ રીતે મનાવવા એ અંગે પણ મુલાકાતની ચર્ચાનો વિષય રહ્યો હશે.

દિલ્હી પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વડા પ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે વારાફરતી મુલાકાત કરી હતી. આ મુલાકાત ત્રણ કલાક સુધી ચાલી હતી. જેમાં યોગી આદિત્યનાથે સૌથી લાંબી મુલાકાત જેપી નડ્ડા સાથે કરી હતી. જેથી આ મુલાકાતનો હેતુ શું હતો? એને લઈને સસપેન્સ ઊભું થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2027માં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવશે. તેથી ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોને બનાવાશે તે મહત્ત્વનું છે. ઉત્તર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ કોને બનાવવા એ અંગે કેટલાક નામોની ભલામણ પણ યોગી આદિત્યનાથે જેપી નડ્ડાને કરી હોઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement