For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અદાણીના વિઝિંજમ પોર્ટ પર પહોંચ્યું વિશ્ર્વનું સૌથી મોટું ક્ધટેનર જહાજ MSC IRINA

02:03 PM Jun 11, 2025 IST | Bhumika
અદાણીના વિઝિંજમ પોર્ટ પર પહોંચ્યું વિશ્ર્વનું સૌથી મોટું ક્ધટેનર જહાજ msc irina

ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે વિશ્વનું સૌથી મોટું ક્ધટેનર જહાજ MSC IRINA હવે ભારત પહોંચી ગયું છે. આ વિશાળ જહાજ સોમવારે સવારે 8 અદાણી ગ્રુપના વિઝિંજમ આંતરરાષ્ટ્રીય બંદર પર પહોંચ્યું. અહીં પહોંચતાં, તેનું પરંપરાગત જળ સલામી સાથે સ્વાગત કરવામાં આવ્યું. MSC IRINA સોમવારે વિઝિંજામ બંદર પર ડોક કર્યું.

Advertisement

આ બંદર તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું અને હવે આટલા મોટા જહાજનું આયોજન કરીને, તે ભારતના દરિયાઈ વ્યવસાયમાં એક નવો અધ્યાય ઉમેરી રહ્યું છે.અદાણી પોર્ટ્સના CEO કરણ અદાણીએ ડ પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે વિશ્વનું સૌથી મોટું ક્ધટેનર જહાજ MSC IRINA હવે ભારત પહોંચી ગયું છે. આ જહાજની કુલ ક્ષમતા 24,346 TEUs (વીસ ફૂટ સમકક્ષ એકમો) છે. MSC IRINAએ ભારતના વિઝિંજમ બંદર પર તેનું પહેલું પગલું ભર્યું, જે ફક્ત આ બંદર માટે જ નહીં પરંતુ ભારત માટે પણ એક મોટો સીમાચિહ્નરૂૂપ છે.

MSC IRINAની કુલ લંબાઈ 399.9 મીટર અને પહોળાઈ 61.3 મીટર છે. એટલે કે, તે પ્રમાણભૂત ફૂટબોલ મેદાન કરતા લગભગ ચાર ગણું લાંબુ છે. તેની ક્ષમતા 24,346 TEUs (વીસ ફૂટ સમકક્ષ એકમો) છે, જે કોઈપણ જહાજ કરતાં સૌથી વધુ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement