For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નોએડામાં 500 ટન લોખંડની વેસ્ટમાંથી વન્ડરલેન્ડ તૈયાર

11:05 AM Sep 30, 2025 IST | Bhumika
નોએડામાં 500 ટન લોખંડની વેસ્ટમાંથી વન્ડરલેન્ડ તૈયાર

દિલ્હીના ભારત દર્શન પાર્ક અને વેસ્ટ ટુ વન્ડર પાર્કની જેમ હવે નોએડાના સેક્ટર 94માં વેસ્ટમાંથી એક પાર્ક તૈયાર થઈ ગયો છે. એનું નામ છે નોએડા જંગલ ટ્રેઇલ પાર્ક. નોએડા-દિલ્હી-ફરીદાબાદની બોર્ડર પર યુમના કિનારે 18.3 એકરમાં ફેલાયેલા આ પાર્કનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું એમાં વેસ્ટ મટીરિયલમાંથી બનેલાં 800 પશુ-પંખીઓનાં શિલ્પો હશે.

Advertisement

એમાં હજારો કિલો લોખંડનો કબાડ વપરાયો છે. એમાં 500 કિલોના વેસ્ટમાંથી ડાયનોસોર પણ બનાવ્યું છે. 15 કરોડ રૂૂપિયાના ખર્ચે બનેલા આ પાર્કમાં તમામ જંગલી પ્રાણીઓનાં વિવિધ શેપનાં લોખંડનાં શિલ્પો છે. આ જંગલ પાર્કમાં આફ્રિકન સિંહ, હાથી, જિરાફ, એશિયન ટાઇગર, હરણ; ઑસ્ટ્રેલિયન કાંગારૂૂ અને ઈમુ જેવાં પ્રાણીઓ જોવા મળશે. ઠંડા ધ્રુવપ્રદેશમાં જોવા મળતાં પેન્ગ્વિન અને પોલર બેઅર પણ અહીં હશે. પાર્કમાં એન્ટ્રી-ફી 100 રૂૂપિયાની હશે અને એમાં ઝિપલાઇનિંગ અને હાઈ રોપ જેવી ઍડ્વેન્ચર ઍક્ટિવિટીઝ પણ થશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement