હેમા માલિનીએ ધર્મેન્દ્ર માટે દિલ્હીમાં યોજી પ્રાર્થનાસભા, સની અને બોબી દેઓલ જોવા ન મળ્યા
બોલીવુડના હી-મેન ધર્મેન્દ્ર દેઓલનું 24 નવેમ્બરના રોજ અવસાન થયું. હેમા માલિનીએ તેમની યાદમાં દિલ્હીમાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. 11 ડિસેમ્બરના રોજ દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં ભાવનાત્મક વાતાવરણ છવાઈ ગયું હતું, જ્યાં હેમા માલિનીએ તેમની બે પુત્રીઓ, એશા દેઓલ અને આહના દેઓલ સાથે સ્વર્ગસ્થ અભિનેતા માટે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. જ્યાં સની અને બોબીના પરિવારમાંથી કોઈ હાજર નહોતું.
પ્રાર્થના સભામાં મહેમાનોના એક પસંદગીના જૂથે હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટામાં, હેમા માલિની અને તેમની પુત્રીઓ સફેદ અને હળવા રંગના પરંપરાગત પોશાકમાં શાંત અને ભાવુક દેખાઈ રહી હતી.
ધર્મેન્દ્રના અવસાન પછી તેમની નાની પુત્રી, આહના દેઓલનો ઘણા લાંબા સમય બાદ જાહેર કાર્યક્રમમાં દેખાઈ હતી. આહના લાંબા સમયથી જાહેર કાર્યક્રમો ટાળતી હતી, પરંતુ તેણી તેના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે તેના પરિવાર સાથે દેખાઈ હતી.
રામાનંદ સાગરની રામાયણ માટે પ્રખ્યાત અરુણ ગોવિલે આ પ્રસંગના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા. તે હેમા અને આહના સાથે બેઠેલા જોવા મળ્યા હતા. તેઓએ ધર્મેન્દ્રના ફોટા સામે દીવો પ્રગટાવ્યો અને તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી.
https://www.instagram.com/p/DSHslsVksww/?utm_source=ig_web_copy_link
પોસ્ટમાં તેમણે લખ્યું, "આજે, મેં નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે સંસદ સભ્ય શ્રીમતી હેમા માલિની દ્વારા આયોજિત પ્રાર્થના સભામાં હાજરી આપી અને સ્વર્ગસ્થ ધર્મેન્દ્રને મારી નમ્ર શ્રદ્ધાંજલિ આપી. તેમની સાદગી અને યોગદાન હંમેશા પ્રેરણારૂપ રહેશે. ઓમ શાંતિ." ચાહકો ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમના પરિવારને હિંમતની કામના કરી રહ્યા છે.
અગાઉ, હેમા માલિનીએ મુંબઈમાં તેમના ઘરે ધર્મેન્દ્ર માટે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. 89 વર્ષીય ધર્મેન્દ્રનું 24 નવેમ્બરના રોજ અવસાન થયું. તેમની પહેલી પત્ની પ્રકાશ કૌર અને પુત્રોએ પણ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું, જેમાં હેમા માલિની, એશા અને આહના હાજર રહ્યા ન હતા. તે જ દિવસે, હેમાએ તેમના ઘરે અલગ ભાગવત પાઠ અને ભજન સંધ્યાનું આયોજન કર્યું હતું.
૨૭ નવેમ્બરના રોજ, દેઓલ પરિવારની બીજી પ્રાર્થના સભા, "સેલિબ્રેશન ઓફ લાઇફ" માં સમગ્ર બોલિવૂડની ભીડ જોવા મળી હતી, પરંતુ હેમા અને તેની પુત્રીઓ ગેરહાજર રહી હતી. ધર્મેન્દ્રની જન્મજયંતિ પર જ્યારે સની અને બોબી ચાહકોને મળ્યા ત્યારે પણ હેમા, એશા અને આહના ગેરહાજર રહ્યા હતા.
તેઓએ ધર્મેન્દ્રના ભૂતપૂર્વ પરિવારથી આદરપૂર્ણ અંતર જાળવી રાખ્યું છે. હવે, ૧૧ ડિસેમ્બરના રોજ, હેમા માલિનીએ દિલ્હીમાં ધર્મેન્દ્ર માટે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું, જ્યાં સની અને બોબીના પરિવારમાંથી કોઈ હાજર નહોતું.