રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિમેન્સ પ્રીમિયર લીગ, દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની શાનદાર જીત

12:56 PM Feb 24, 2024 IST | Bhumika
Advertisement

વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સે 5 વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં રમતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટે 173 રન બનાવીને મેચ જીતી લીધી હતી.ટોસ જીત્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીના 171ના જવાબમાં ઇનિંગ્સ રમતા મુંબઇ ઇન્ડિયન્સની શરૂૂઆત ખરાબ રહી હતી. હેલી મેથ્યુઝ ખાતું ખોલ્યા વગર જ આઉટ થઈ ગઈ હતી. અહીંથી નતાલી સીવર અને યાસ્તિકા ભાટિયાએ બાજી સંભાળી હતી. બંને વચ્ચે 50 રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન નતાલી 19 રન બનાવીને આઉટ થઇ હતી.યાસ્તિકા ભાટિયાએ તોફાની અંદાજમાં રમતા 35 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તે 57 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. તેમના પછી હરમનપ્રીતે ચાર્જ સંભાળ્યો. હરમને તોફાની ફિફ્ટી ફટકારી હતી પરંતુ છેલ્લી ઓવરમાં 34 બોલમાં 55 રન બનાવીને આઉટ થઈ ગઇ હતી. મુંબઈને છેલ્લા બોલ પર 5 રનની જરૂૂર હતી. સજનાએ સિક્સર ફટકારીને મુંબઈ ઈન્ડિયન્સને રોમાંચક જીત અપાવી હતી.

Advertisement

આ મેચમાં ઇંગ્લેન્ડની મહિલા બેટ્સમેન એલિસ કેપ્સીએ શાનદાર ઇનિંગ રમી હતી. કેપ્ટન મેગ લેનિંગે 31 રનની ઇનિંગ રમી હતી. જે બાદ ત્રીજા નંબરે રમવા આવેલા કેપ્સીએ 53 બોલમાં 75 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેમના સિવાય જેમિમાહ રોડ્રિગ્ઝે 24 બોલમાં 42 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. કેપ્સીએ પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. અંતે, મેરિજન કેપે 9 બોલમાં 16 રન બનાવ્યા અને ટીમના સ્કોરને 170થી આગળ લઈ ગયા. મુંબઈ ઈન્ડિયન્સ સામે આ લીગના ઈતિહાસમાં આ સૌથી મોટો અને રેકોર્ડ સ્કોર હતો.

આ મેચમાં દિલ્હી કેપિટલ્સની ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્મા ભારે ફ્લોપ સાબિત થઈ હતી. તેણે 8 બોલ રમ્યા બાદ માત્ર એક રન બનાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાની શબનિમ ઈસ્માઈલે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેનું ફોર્મ એવું નથી રહ્યું કે જ્યારે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શરૂૂઆત કરી હતી. આ ઈનિંગમાં મુંબઈ માટે બોલિંગની વાત કરીએ તો ઈસ્માઈલે 1 વિકેટ ઝડપી હતી. એમેલિયા કાર અને નેટ સીવર બ્રન્ટને 2-2 સફળતા મળી.

Tags :
cricketcricket newsDelhi Capitalsindiaindia newsmumbai indiansSportssports newsWomen's Premier League
Advertisement
Next Article
Advertisement