ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પ્રગતિની ગાડી ફુલ સ્પીડમાં, આજના ભારતે નાના સપનાં જોવાનું બંધ કરી દીધું છે: મોદી

05:47 PM Feb 26, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજનો દિવસ રેલવે માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. તેમણે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલ્વે સ્ટેશન અને 1500 રોડ ઓવરબ્રિજ/રોડ અન્ડર બ્રિજના પુન:વિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. આ સિવાય પીએમએ ઉત્તર પ્રદેશના ગોમતી નગર સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું.

Advertisement

મોદીએ કહ્યું, પઆજનો કાર્યક્રમ નવા ભારતની નવી કાર્ય સંસ્કૃતિનું પ્રતીક છે. ભારત આજે જે પણ કરે છે, તે અભૂતપૂર્વ ઝડપે કરે છે. ભારત આજે જે પણ કરે છે...તે અભૂતપૂર્વ સ્કેલ પર કરે છે. આજના ભારતે નાના સપના જોવાનું બંધ કરી દીધું છે. અમે મોટા સપનાઓ જોઇએ છીએ અને તેને સાકાર કરવા માટે દિવસ-રાત મહેનત કરીએ છીએ. આ નિર્ધારણ આ વિકસિત ભારત, વિકસિત રેલ્વે પ્રોગ્રામમાં દેખાય છે.

તેમણે કહ્યું કે આજે રેલવે સંબંધિત બે હજારથી વધુ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અત્યારે આ સરકારનો ત્રીજો કાર્યકાળ જૂન મહિનાથી શરૂૂ થવા જઈ રહ્યો છે. પરંતુ જે સ્કેલ અને ઝડપ સાથે કામ શરૂૂ થયું છે તે બધાને આશ્ચર્યમાં મૂકે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે 27 રાજ્યોના 300થી વધુ જિલ્લાઓમાં 550થી વધુ રેલવે સ્ટેશનોના કાયાકલ્પ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. યુપીના ગોમતી નગરનું રેલવે સ્ટેશન જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તે ખરેખર અદ્ભુત લાગે છે. આ ઉપરાંત આજે રસ્તા, ઓવરબ્રિજ, અંડરપાસ જેવા 1500 થી વધુ પ્રોજેક્ટ પણ તેમાં સામેલ છે. 40 હજાર કરોડ રૂૂપિયાના આ પ્રોજેક્ટ્સ એક સાથે જમીન પર આવી રહ્યા છે.

Tags :
indiaindia newspm modi
Advertisement
Advertisement