For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દીકરીની કમાણી ખાઇ રહ્યો છે: મહેણા-ટોણાંના કારણે ટેનિસ સ્ટારની હત્યા

05:50 PM Jul 11, 2025 IST | Bhumika
દીકરીની કમાણી ખાઇ રહ્યો છે  મહેણા ટોણાંના કારણે ટેનિસ સ્ટારની હત્યા

પિતા દ્વારા ગોળી ચલાવવાથી મૃત્યુ પામેલી રાધિકા યાદવે 18 ગોલ્ડ જીત્યા હતા, 113મું આંતરરાષ્ટ્રીય રેન્કિંગ ધરાવતી હતી

Advertisement

હરિયાણાની મહાન ટેનિસ ખેલાડી રાધિકા યાદવની ગુરુગ્રામના સુશાંત લોકમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ગુનો બીજા કોઈએ નહીં પણ રાધિકાના પિતાએ કર્યો હતો. 25 વર્ષીય રાધિકા, જે પહેલા ટેનિસ ખેલાડી અને પછી કોચ તરીકે પોતાની છાપ છોડી રહી હતી, તે રસોડામાં રસોઈ બનાવી રહી હતી ત્યારે તેના પિતા દીપક યાદવે પાછળથી આવીને તેના પર ગોળીબાર શરૂૂ કર્યો.

હરિયાણાની ટોચની 5 ટેનિસ ખેલાડીઓમાં સામેલ રાધિકા યાદવ થોડા સમયથી ટેનિસ એકેડેમી ચલાવી રહી હતી. નવેમ્બર 2024માં, તે આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશનની મહિલા ડબલ રેન્કિંગમાં 113મા સ્થાને પહોંચી હતી. રાધિકા યાદવે 57 સ્પર્ધાઓમાં 18 ગોલ્ડ મેડલ જીત્યા હતા.

Advertisement

રાધિકા ગુરુગ્રામના સેક્ટર 57માં સુશાંત લોકમાં તેના પરિવાર સાથે રહેતી હતી. રાધિકા ખૂબ જ મહેનતુ હતી. પ્રેક્ટિસ અને કોચિંગનો થાક હોવા છતાં, તે ઘરના કામકાજ પણ સંભાળતી હતી. ગુરુવારે પણ, જ્યારે તેના પિતાએ તેની હત્યા કરી ત્યારે તે રસોડામાં હતી. તે તેની પુત્રીની એકેડેમીથી નારાજ હતો, લોકો તેને ચીડવતા હતા... શું તેણે રાધિકાને આ કારણોસર મારી હતી?

49 વર્ષીય દીપક યાદવે તેની લાઇસન્સવાળી .32 બોર રિવોલ્વરથી રાધિકા પર પાંચ ગોળીઓ ચલાવી હતી, જેમાંથી ત્રણ ગોળીઓ રાધિકાના શરીરમાં વાગી હતી. રાધિકાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. બાદમાં, પોલીસે ઘટનાસ્થળે પહોંચી પિતાની ધરપકડ કરી હતી.

ઘટનાની પુષ્ટિ કરતા ગુરુગ્રામ પોલીસના પીઆરઓ સંદીપ કુમારે જણાવ્યું હતું કે, પટેનિસ ખેલાડી રાધિકાને સેક્ટર 57 માં ત્રણ ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાનો આરોપી પિતા છે અને તેણે તેની લાઇસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. પોલીસે કેસ નોંધીને આરોપી પિતાની ધરપકડ કરી છે.
રાધિકાના કાકા કુલદીપે પોતાના ભાઈ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવતા ફરિયાદમાં જણાવ્યું હતું કે, મેં રાધિકાને રસોડામાં પડેલી જોઈ હતી અને રિવોલ્વર ડ્રોઇંગ રૂૂમમાં પડી હતી. હું અને મારો દીકરો પીયૂષ રાધિકાને ઉપાડીને સેક્ટર 56ની હોસ્પિટલમાં લઈ ગયા. તપાસ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.

પીઆરઓ સંદીપકુમારે જણાવ્યું કે હત્યાના આરોપી રાધિકાના પિતા દીપકે પોતાનો ગુનો કબૂલી લીધો છે. શરૂૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે રાધિકા ટેનિસ એકેડેમી ચલાવતી હતી અને તેના પિતા આનાથી ગુસ્સે હતા. તેમણે ઘણી વાર તેને એકેડેમી બંધ કરવાનું કહ્યું હતું. જ્યારે રાધિકાએ વાત ન સાંભળી તો તેણે ગુસ્સામાં તેની હત્યા કરી દીધી. દીપકે પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે લોકો તેને ટોણા મારતા હતા કે તે તેની દીકરીની કમાણી ખાઈ રહ્યો છે.

મને તાવ હતો, બાજુના રૂમમાં હતી, શું થયું તે ખબર નથી: મૃતકની માતા
પોલીસે મંજુ યાદવને ઘણી વાર લેખિત નિવેદન આપવા કહ્યું, પરંતુ તેણે ના પાડી અને મૌખિક રીતે કહ્યું કે તેને તાવ હતો અને તે તેના રૂૂમમાં સૂઈ રહી હતી. તેણે દાવો કર્યો કે તેને ખબર નથી કે તેના પતિએ તેમની દીકરીને શું થયું અથવા શા માટે મારી નાખી. તેણીએ દાવો કર્યો હતો કે રાધિકાનું ચારિત્ર્ય સારું છે અને તે સમજી શકતી નથી કે તેનો પતિ તેને કેમ મારી નાખશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement