For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વધુ એક ફોજદાર વિવાદમાં , ડાકોરના PSI ચૌધરી સામે દુષ્કર્મની ફરિયાદ

04:57 PM Dec 06, 2025 IST | Bhumika
વધુ એક ફોજદાર વિવાદમાં   ડાકોરના psi ચૌધરી સામે દુષ્કર્મની ફરિયાદ

પરીણિતા ઉપર દુષ્કર્મ આચરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

Advertisement

ડાકોરના PSIઆકાશ ચૌધરી સામે પરિણિતા પર દુષ્કર્મ આચરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાતા ભારે ચકચાર જાગી છે. આ ગંભીર ફરિયાદ નોંધાતાની સાથે જ PSIઆકાશ ચૌધરી પોલીસ વિભાગની કાર્યવાહીથી બચવા માટે રજા પર ઉતરી ગયા છે. અંજાર પોલીસે પરિણિતાની ફરિયાદના આધારે PSIવિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે અને આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.

ગુજરાત પોલીસની છબીને લાંછન લગાડતો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં ડાકોરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર (ઙજઈં) આકાશ ચૌધરી સામે એક પરિણિતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં આકાશ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, PSIઆકાશ ચૌધરીએ પરિણિતા સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

Advertisement

આટલું જ નહીં, તેમણે પીડિતાને ડરાવવા અને બ્લેકમેઇલ કરવા માટે તેના ખાનગી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જ્યારે પીડિતાએ વિરોધ કર્યો, ત્યારે PSIએ તેને મારી નાખવાની પણ ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ ગંભીર ફરિયાદ નોંધાતાની સાથે જ PSIઆકાશ ચૌધરી પોલીસ વિભાગની કાર્યવાહીથી બચવા માટે રજા પર ઉતરી ગયા છે. અંજાર પોલીસે પરિણિતાની ફરિયાદના આધારે PSIવિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે અને આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement