ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બિહારમાં એનડીએના પ્રચંડ વિજયનો સંકેત આપતા એક્ઝિટ પોલ્સ સાચા પડશે ખરા?

10:55 AM Nov 13, 2025 IST | admin
Advertisement

18 એજન્સીઓના સર્વેક્ષણોમાં બિહારમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે. 243 બેઠકોવાળી વિધાનસભામાં ગઉઅને 153 બેઠકો મળવાનો અંદાજ છે. મહાગઠબંધનને 85 બેઠકો ગુમાવવાનો અંદાજ છે, જ્યારે અન્ય 5 બેઠકો ગુમાવી શકે છે. અન્ય બે એજન્સીઓના અનુમાનો પણ એનડીએ સત્તા પર આવે તેઓ સંકેત આપી રહ્યા છે. ગઈ ચૂંટણીમાં, એનડીએને 125 બેઠકો મળી હતી, મહાગઠબંધન 110 અને અન્યને 8 બેઠકો મળી હતી. આનો અર્થ એ થયો કે એનડીએને આ વખતે આશરે 29 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે મહાગઠબંધન 27 બેઠકો ગુમાવવાનો અંદાજ છે. એકિઝટ પોલને બાજુએ મુકી ચુંટણી પંચના મતદાનના આંકડા પર નજર નાખીઓ તો જણાય આવે છે કે એનડીએના વિજયમાં મહીલાઓ નિર્ણાયક સાબીત થશે. કેમ કે પુરૂષો કરતાં મહીલાનું મતદાન 8.8 ટકા વધુ છે.

Advertisement

ભાજપને મહત્તમ 75 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે કોંગ્રેસને 13 બેઠકો મળવાનો અંદાજ છે. પહેલી વાર ચૂંટણી લડી રહેલી પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી 3-5 બેઠકો મેળવવાની આગાહી સાથે બિનઅસરકારક જણાય છે.243 બેઠકો માટે બે તબક્કામાં બિહારની ચૂંટણીઓ યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર 65% મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કામાં રેકોર્ડ 68.5% મતદાન થયું હતું. પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીઓ (2010, 2015 અને 2020) માટેના એક્ઝિટ પોલના વલણો દર્શાવે છે કે સર્વે એજન્સીઓ મતદારોના મૂડને સચોટ રીતે કેપ્ચર કરવામાં નિષ્ફળ ગઈ. 2015માં, મોટાભાગના એક્ઝિટ પોલ એનડીએ અથવા બીજેપી ને આગળ બતાવતા હતા, જ્યારે પરિણામોએ મહાગઠબંધન (RJD-JDU--કોંગ્રેસ) ને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરતા દર્શાવ્યા હતા.

2020માં પરિસ્થિતિ ઉલટી થઈ હતી. આ વખતે, ઘણી એજન્સીઓએ મહાગઠબંધનની જીતની આગાહી કરી હતી, પરંતુ પરિણામોએ ગઉઅને 125 બેઠકો જીતીને સરકાર બનાવતા દર્શાવ્યા હતા. મતલબ કે, મોટાભાગના પોલ ફરીથી ખોટા હતા. બિહારમાં એક્ઝિટ પોલ ક્યારેય સંપૂર્ણપણે વિશ્વસનીય રહ્યા નથી. તેમની બેઠકોની ગણતરી હંમેશા ખામીયુક્ત રહી છે. જ્યારે કેટલાક એક્ઝિટ પોલ તેમના મત ટકાવારી અંદાજમાં નજીક રહ્યા છે, તેઓ આગાહી કરવામાં નિષ્ફળ જાય છે કે કયું ગઠબંધન કઈ બેઠકો જીતશે. સ્થળાંતરિત મતદારો: બિહારની બહાર કામ કરતા લાખો સ્થળાંતરિત મતદારો મતદાન કર્યા પછી પાછા ફરવાની ઉતાવળમાં છે. તેથી, એક્ઝિટ પોલ નમૂનામાં તેમનો સમાવેશ કરવો મુશ્કેલ છે. બિહારમાં જાતિ સમીકરણ જટિલ છે, અને એક્ઝિટ પોલર્સ ઘણીવાર નાના નમૂના કદને કારણે નીચલી જાતિઓમાં પરિવર્તન ચૂકી જાય છે. બિહારની વસ્તીનો એક મોટો ભાગ મૌન મતદારો છે.

Tags :
Biharbihar newsElectionindiaindia newsNDA
Advertisement
Next Article
Advertisement