ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હાર્દિક પંડ્યા માટે કેમ અલગ માપદંડ, ઈરફાનનો સવાલ

01:16 PM Mar 01, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

બુધવારે બીસીસીઆઈએ નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી. જેમાં 30 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ઈશાન અને અય્યર છેલ્લા કેટલાક મહિનાઓથી ટીમના મહત્વના સભ્યો હોવા છતાં આ યાદીમાંથી ગાયબ હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પસંદગીકારો આ બંનેથી નારાજ હતા કારણ કે તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને મહત્વ ન આપ્યું. જો કે આ દરમિયાન ઈરફાન પઠાણે એક ટ્વીટ કર્યું છે જે બીસીસીઆઈના આ નિર્ણય અને તેની નીતિ પર સવાલ ઉઠાવી રહ્યું છે.

Advertisement

ઈરફાન પઠાણે ઈશારામાં બીસીસીઆઈને એક સવાલ પૂછ્યો છે કે જો હાર્દિક પંડ્યા લાલ બોલની ક્રિકેટ રમી શકતો નથી તો શું તેણે પોતાના ફ્રી સમયમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં સફેદ બોલની ટૂર્નામેન્ટ ન રમવી જોઈએ? આ સવાલ પૂછી ઈરફાન પઠાણે બીસીસીઆઈ પર આડકતરી રીતે નિશાન સાધ્યું છે.

હાર્દિક પંડ્યાને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની અ કેટેગરીમાં રાખવામાં આવ્યો છે અને તેને વાર્ષિક 5 કરોડ રૂૂપિયા મળશે. પરંતુ મોટી વાત એ છે કે તે ન તો કોઈ ફર્સ્ટ ક્લાસ મેચ રમે છે અને ન તો ટેસ્ટ ક્રિકેટ રમે છે. આ સિવાય તે સૈયદ મુશ્તાક અને વિજય હજારે ટ્રોફી જેવી ટૂર્નામેન્ટ પણ નથી રમતો, પરંતુ તેમ છતાં તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળે છે.

Tags :
cricketHardik Pandyaindiaindia newsIrfanSportssports news
Advertisement
Advertisement