For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુસાફરોની સુવિધા માટે રાજકોટથી લાલકુઆં વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે

06:32 PM May 16, 2025 IST | Bhumika
મુસાફરોની સુવિધા માટે રાજકોટથી લાલકુઆં વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે

Advertisement

ટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ રાજકોટ થી દર સોમવારે 22.30 કલાકે ઉપડશે અને બુધવારે 04.05 કલાકે લાલકુઆં પહોંચશે. આ ટ્રેન 19 મે, 2025 થી 30 જૂન, 2025 સુધી ચાલશે. તેવી જ રીતે ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ દર રવિવારે લાલકુઆંથી 13.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 18.10 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 18 મે, 2025 થી 29 જૂન, 2025 સુધી ચાલશે.

Advertisement

આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, જાલોર, મોકલસર, સમદડી, લુણી, જોધપુર, ગોટન, મેડતા રોડ, દેગાણા, મકરાણા, કુચમન સિટી, નાવા સિટી, ફુલેરા, જયપુર, દૌસા, ભરતપુર, મથુરા, મથુરા કેન્ટ, હાથરસ સિટી, કાસગંજ, સોરોન શુકર, બદાયું, બરેલી, બરેલી સિટી, ઇજ્જતનગર, ભોજીપુરા, બહેરી અને કિચ્છા સ્ટેશન પર રોકાશે.

આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકંડ એસી, થર્ડ એસી અને સ્લીપર ક્લાસ ના કોચ હશે.ટ્રેન નંબર 05046 નું બુકિંગ 17 મે, 2025 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement