દુ:ખી કેમ છો?, આપણે બહુ સારું કામ કર્યુ : કાર્યકરોનો ઉત્સાહ વધારતા મોદી
હવે આપણે આગળ જોવાનું છે : ભાજપ કાર્યાલય ખાતે કર્યો સંવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બીજેપી હેડક્વાર્ટર ખાતે કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે કાર્યકરોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે દુ:ખી કેમ છો, આપણે બહુ સારું કામ કર્યું છે. પીએમ મોદીએ કાર્યકર્તાઓને કહ્યું કે હવે આપણે આગળ જોવાનું છે. તેમણે કાર્યકર્તાઓ સાથે લોકસભા ચૂંટણી 2024ના અનુભવો વિશે પણ વાત કરી. આ દરમિયાન વડાપ્રધાને ભાજપના સંઘર્ષને યાદ કરીને પાર્ટી કાર્યકરોમાં ઉત્સાહ જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન પીએમ મોદીએ લોકસભા ચૂંટણીમાં વ્યસ્ત પાર્ટીના તમામ કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ ભાજપ કાર્યાલયમાં બે કલાકથી વધુ સમય પસાર કર્યો હતો. આ દરમિયાન તેઓ ભાજપ કાર્યાલયમાં કામ કરતા કર્મચારીઓને પણ મળ્યા હતા. ભાજપ કાર્યાલય પહોંચેલા પીએમ મોદીનું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્વાગત કર્યું હતું. 2019માં લોકસભા ચૂંટણી પછી પણ પીએમ મોદીએ પાર્ટી હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને કાર્યકર્તાઓને મળ્યા હતા.
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતી મળ્યો નથી. પાર્ટીને માત્ર 240 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. આ ચૂંટણી પરિણામને લઈને ભાજપના કાર્યકરોમાં નિરાશા જોવા મળી હતી. કાર્યકર્તાઓ સાથે વાત કરતી વખતે પીએમ મોદીએ તેમના ખૂબ વખાણ કર્યા. મોદીએ કહ્યું કે તમારી મહેનતમાં કોઈ કમી નથી. આપણે પરિણામથી નિરાશ થવાની જરૂૂર નથી. આપણે પૂરી મહેનત સાથે આગળ વધવાની જરૂૂર છે. તમે બધાએ શાનદાર કામ કર્યું છે.