For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડુંગળી-શાકભાજીના ભાવવધારાના કારણે છૂટક બાદ જથ્થાબંધ ફુગાવો 3 ટકાને પાર

05:13 PM Jul 15, 2024 IST | admin
ડુંગળી શાકભાજીના ભાવવધારાના કારણે છૂટક બાદ જથ્થાબંધ ફુગાવો 3 ટકાને પાર

સતત ચોથા મહિને જથ્થબંધ ફુગાવાના દરમાં વધારો

Advertisement

નવી દિલ્હી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જૂન મહિના માટે જથ્થાબંધ ફુગાવાના ડેટા (ઠઙઈં ફુગાવાના ડેટા) જાહેર કર્યા છે. મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર મોંઘા શાકભાજીના કારણે જૂનમાં જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો થયો છે.

જૂનમાં ચોથા મહિને જથ્થાબંધ ફુગાવો વધીને 3.36 ટકા થયો હતો. તેણે મે મહિનામાં 2.61 ટકા આપ્યો હતો. જ્યારે ગયા વર્ષે જૂન 2023માં જથ્થાબંધ ફુગાવાનો દર (-) 4.18 ટકા હતો.

Advertisement

મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર જૂન 2024માં ફુગાવાનો દર સકારાત્મક રહ્યો હતો. મોંઘવારી દરમાં વધારો થવાનું સૌથી મોટું કારણ ખાદ્ય પદાર્થોની કિંમત છે. ઉત્પાદિત ખાદ્ય ઉત્પાદનો, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખનિજ તેલ અને ઘણી ઉત્પાદિત ઉત્પાદનોની કિંમતોમાં વધારો થવાને કારણે ફુગાવાનો દર વધ્યો છે. ડેટા અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓનો મોંઘવારી દર જૂનમાં 10.87 ટકા વધ્યો હતો, જે મે મહિનામાં 9.82 ટકા હતો.

જથ્થાબંધ ફુગાવાનો દર છૂટક ફુગાવાના દરના આંકડા સાથે સુસંગત રહ્યો છે. છૂટક ફુગાવાના દરો 12 જુલાઈ, 2024ના રોજ બહાર પાડવામાં આવ્યા હતા. રિટેલ ફુગાવો જૂનમાં 5.1 ટકાની ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (છઇઈં) નાણાકીય નીતિ ઘડતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવાના દરને ધ્યાનમાં લે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement