યુપીમાં SIR ભાજપ માટે પણ મોટું શિરદર્દ
ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી સઘન મતદાર યાદી સુધારા સામે વિપક્ષો વાંધો ઉઠાવી રહ્યા છે. SIR પ્રક્રિયા સામાન્ય રીતે શહેરી વોટિંગ પેટર્ન પર મજબૂત પકડ ધરાવનાર ભાજપ માટે પણ પડકારો ઊભા કરી રહી છે. જેનું કારણ સ્પષ્ટ છે કે, શહેરોની અપેક્ષા ગામડાને પ્રાથમિકતા આપનારા મતદારોની અચાનક વધતી સંખ્યા, જેણે ભાજપના પરંપરાગત શહેરી વોટ બેન્ક પર અનિશ્ચિતતાનો પડછાયો પાડ્યો છે.
ભાજપની ચિંતા ફક્ત એ વાતથી નથી કે, મોટી સંખ્યામાં SIR ફોર્મ હજુ સુધી પરત નથી આવ્યા. પરંતુ, આ બદલાતી પ્રવૃત્તિથી શહેરમાં રહેવા છતાં લોકો પોતાના વોટ ગામમાં જ રાખવા ઈચ્છે છે. આ પ્રવૃત્તિ છેલ્લાં અનેક વર્ષોથી ધીમે-ધીમે બની રહી હતી. પરંતુ, SIR બાદ આ ખૂબ સ્પષ્ટરૂૂપે જોવા મળી રહ્યું છે.
હકીકતમાં, SIR હેઠળ ચૂંટણી પંચે સ્પષ્ટ કરી દીધું છે કે, એક વ્યક્તિ એક જ જગ્યાએ મતદાર રહી શકે છે. એટલે કે, શહેર અને ગામ બંને જગ્યાએ નામ હોવું શક્ય નથી. જેવું જ આ દિશા-નિર્દેશ આવ્યું, શહેરી વિસ્તારમાં ડુપ્લિકેટ મતદારોની સફાઇ શરૂૂ થઈ અને લોકો પોતાના વાસ્તવિક, સ્થાયી સરનામાને લઈને નિર્ણય લેવા લાગ્યા અને અહીંથી આખી કહાણી બદલાઈ ગઈ.
મોટાભાગના લોકો પોતાના મૂળ વતનના ગામને પ્રાથમિકતા આપી રહ્યા છે. તેની પાછળનું કારણ છે કે, ગામમાં પૂર્વજોની જમીન, મિલકત અને કૌટુંબિક સામાજિક ઓળખ; પંચાયતની ચૂંટણીમાં દરેક પરિવારનો સીધો હિસ્સો; ગામમાંથી નામ કાઢી નાખવાને કારણે ભવિષ્યમાં વિવાદોની સંભાવના અને શહેરમાં કાયમી ભાડું કે રોજગારનો અભાવ. આ દરમિયાન, મોટા શહેરોમાં રહેતા લાખો લોકોએ તેમના SIR ફોર્મ ભર્યા ન હતા જેથી તેમના મત ગામની યાદીમાં રહે. આ વ્યૂહરચનાએ ગામની મતદાર યાદીને મજબૂત બનાવી, પરંતુ શહેરોમાં મતદાનનું પ્રમાણ અચાનક ઘટવા લાગ્યું અને આ જ કારણે ભાજપની ચિંતા પણ વધવા લાગી.
લખનૌ, વારાણસી, ગાઝિયાબાદ, નોઈડા, આગ્રા, મેરઠ, કાનપુર અને લગભગ બે ડઝન ટિયર-2 શહેરોમાં સૌથી ઓછા SIR ફોર્મ સબમિટ થયા છે. પરિણામે, શહેરી મતવિસ્તારોમાં મત ગુમાવવાનું પ્રમાણ વધુને વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં, રાજ્યભરમાં 17.7% SIR ફોર્મ સબમિટ થયા નથી, જેનો અર્થ એ થાય કે આશરે 24.5 કરોડ મતદારોએ હજુ સુધી તેમના ફોર્મ પરત કર્યા નથી.
સૂત્રોના જણાવ્યાનુસાર, લખનૌમાં આશરે 2,20,000 મત ગુમાવી શકાય છે, પ્રયાગરાજમાં સૌથી વધુ 2,40,000, ગાઝિયાબાદમાં આશરે 1,60,000 અને સહારનપુરમાં આશરે 1,40,000 મત ગુમાવી શકાય છે. આ એવા વિસ્તારો છે જ્યાં ભાજપ પરંપરાગત રીતે મજબૂત શહેરી સમર્થન મેળવે છે. પરિણામે, આવા વ્યાપક મત ગુમાવવાને પાર્ટી માટે લાલ ઝંડી માનવામાં આવે છે.
શહેરી વોટબેંકમાં ઘટાડાથી ચિંતા
ભાજપ માટે, શહેરી મતો ફક્ત સંખ્યાઓ વિશે નથી, પરંતુ તેની જીતનો પાયો માનવામાં આવે છે. છેલ્લી લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં, પાર્ટીએ શહેરી વિસ્તારોમાં મજબૂત મતદાન અને નિર્ણાયક લીડ પ્રાપ્ત કરી હતી. પરંતુ આ વખતે, SIR અભિયાને સમીકરણ બદલી નાખ્યું છે. ભાજપ ત્રણ મુખ્ય પડકારોનો સામનો કરે છે. જ્યારે SIR ફોર્મ આવવાનું બંધ થયું, ત્યારે ભાજપમાં ઝડપથી વાત ફેલાઈ ગઈ કે શહેરી મતદાનમાં નોંધપાત્ર ઘટાડો શક્ય છે. ત્યારબાદ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહાસચિવે ધારાસભ્યો અને સાંસદોને સીધી સૂચનાઓ આપી છે કે એક પણ શહેરી મતદાર છૂટવો ન જોઈએ. આ માટે, બૂથ સ્તરે મોનિટરિંગ કરવામાં આવી રહી છે.