'કોણ છે દેશનો સૌથી મોટો ગુંડો...' પ્રચારના છેલ્લા દિવસે BJP-EC પર કેજરીવાલે સાધ્યું નિશાન
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. આ દરમિયાન ઉમેદવારો પોતાની સંપૂર્ણ તાકાત મેદાનમાં લગાવી રહ્યા છે. દરમિયાન, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. AAP કન્વીનરે કહ્યું કે દિલ્હીમાં ગુંડાગીરી અને તોડફોડ થઈ રહી છે. દરેકના મનમાં એક પ્રશ્ન છે કે આ દેશનો સૌથી મોટો ગુંડો કોણ છે?
તેમણે કહ્યું, 'અમે જોયું કે આમ આદમી પાર્ટીના લોકો પર હુમલા થઈ રહ્યા છે. જનતાને ધમકી આપવામાં આવી રહી છે. નજીકમાં ઉભેલી પોલીસ બધુ જોઈ રહી છે. તે લાચાર છે. કોણ છે એ ગુંડો જેનાથી પોલીસ ડરે છે? ગઈકાલે દિલ્હીમાં સાત પત્રકારો પર હુમલો થયો હતો... તેમના માથામાં ઈજાઓ થઇ... પોલીસ દ્વારા તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ બધું સંસદથી એક કિલોમીટરના અંતરે, ચૂંટણી પંચથી એક કિલોમીટરના અંતરે થયું.
કેજરીવાલે કહ્યું, 'આ ચૂંટણી દરમિયાન મહિલાઓ પર હુમલા થઈ રહ્યા છે. મહિલા કર્મચારીઓને પણ બક્ષવામાં આવી રહી નથી. વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે જનતાએ મન બનાવી લીધું છે કે તેમની ગુંડાગીરીને હરાવવાની છે. આ ડબલ બુલડોઝર દરેકને કચડી નાખશે. અમારી સામે બે વિકલ્પ છે, એક શરીફ પાર્ટી અને એક ગુંડા પાર્ટી. લોકો આ ગુંડાગીરી સહન નહીં કરે.
ચૂંટણી પંચ પર પ્રહાર કરતા AAP કન્વીનરે કહ્યું કે, 'લોકોએ બલિદાન આપ્યું હતું જેથી ચૂંટણી નિષ્પક્ષ થાય. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને એવી કઈ પોસ્ટ ઓફર કરવામાં આવી છે જેના બદલામાં તમે હાથ જોડીને લોકશાહીનો અંત લાવી શકો, હું રાજીવ કુમારને વિનંતી કરું છું કે તમે પદનો લોભ છોડી દો, તમારી પોસ્ટ માટે બધું ગીરવી ન રાખો.
સાથે જ આમ આદમી પાર્ટીએ કહ્યું કે તમારા બધા નેતા અને કાર્યકર્તા ભગત સિંહ જીના શિષ્ય છે. અમિત શાહ અને બીજેપીની ગુંડાગીરીથી દિલ્હીને બચાવવા AAP કાર્યકર્તાઓ દરેક બલિદાન આપવા તૈયાર છે. ભાજપના ગુંડાઓનો કોઈ ડર નથી. છેલ્લા શ્વાસ સુધી AAPના નેતાઓ અને કાર્યકરો ભાજપની ગુંડાગીરીનો સામનો કરશે અને દિલ્હીની જનતા સાથે મળીને ચૂંટણીમાં તેમને ખરાબ રીતે હરાવી દેશે.