For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાડ જયારે ચીભડાં ગળે! ઇડીના ડે. ડાયરેકટર 20 લાખની લાંચ લેતા ઝડપાયા

03:42 PM May 30, 2025 IST | Bhumika
વાડ જયારે ચીભડાં ગળે  ઇડીના ડે  ડાયરેકટર 20 લાખની લાંચ લેતા ઝડપાયા

જેના નામથી ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓ ફફડે છે તે જ ઇડીના અધિકારી લાંચિયા બની ગયા છે, હવે ઇડીના એક અધિકારીએ 5 કરોડ રૂૂપિયાની લાંચ માંગી હતી અને તેઓ 20 લાખ રૂૂપિયા લેતા સીબીઆઇની ઝપેટમાં આવી ગયા છે.

Advertisement

એક ઉદ્યોગપતિ પાસે મની લોન્ડ્રિંગ (PMLA) કેસને સેટલ કરવાના માટે આ મસમોટી લાંચની માંગણી કરવામાં આવી હતી. ઇડીના ડે.ડાયરેક્ટર ચિંતન રઘુવંશી આ લાંચની રકમ લેતા ઝડપાઇ ગયા છે.

બનાવ ઓડિશાના પાટનગર ભૂવનેશ્વરનો છે. જ્યાં ઇડીની ટીમ સર્ચ ઓપરેશન માટે ગઇ હતી, અને તે વખતે આ આઇઆરએસ અધિકારી ચિંતન રઘુવંશીએ લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ આ મામલે સીબીઆઇની ટીમને જાણ કરીને ફરિયાદ આપી હતી, જેને આધારે આ ટ્રેપ કરવામાં આવી હતી, જો તમારી પાસે પણ કેન્દ્ર સરકારના કોઇ કર્મચારી લાંચની માંગણી કરી છે તો તમે પણ સીબીઆઇમાં ફરિયાદ કરી શકો છો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement