ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જયપુરના મહારાણી ગાયત્રીદેવીના જીવન પરથી બનશે વેબસિરીઝ

11:11 AM Mar 25, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

બોલીવુડમાં બાયોપિક ફિલ્મોને સારીએવી સફળતા મળી રહી છે ત્યારે હવે ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ માટે જયપુરનાં ખ્યાતનામ મહારાણી ગાયત્રી દેવી પર એક વેબ-સિરીઝ બની રહી છે. આ પ્રોજેક્ટ પર ચાર વર્ષ જેટલા સમયથી ઊંડાણપૂર્વક રિસર્ચ ચાલી રહ્યું છે. જયપુરના રાજવી પરિવારે પણ આ વેબ-સિરીઝ માટે લીલી ઝંડી આપી દીધી છે. આ સિરીઝની બે સીઝનનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને દરેક સીઝનમાં 8 એપિસોડ હશે.હાલમાં આ શોની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે આ વેબ-સિરીઝમાં મહારાણી ગાયત્રીદેવીના બાળપણથી લઈને 70 વર્ષની ઉંમર સુધીની લાઇફ બતાવવામાં આવશે. તેથી એમાં મલ્ટિકાસ્ટિંગની રૂૂર પડશે. આ શોમાં ફક્ત જયપુરની જ નહીં, કૂચબિહાર અને વડોદરાની સ્ટોરી પણ સામેલ હશે કારણ કે મહારાણી ગાયત્રીદેવીના પૂર્વજોનાં મૂળ વડોદરા સાથે જોડાયેલાં હતાં. શોમાં લંડન અને વાઇટ હાઉસની ઝલક પણ જોવા મળશે.

મહારાણી ગાયત્રીદેવી બ્રિટનનાં રાણી એલિઝાબેથનાં મિત્ર હતાં અને તેમના પતિ માન સિંહ સ્પેનના રાજદૂત હતા. આ કારણે જ શોમાં લંડન અને વાઇટ હાઉસ દર્શાવવામાં આવશે. આ શોની વાર્તાને સારી રીતે ન્યાય આપવા માટે રાજસ્થાનના કિલ્લાઓથી લઈને લંડન સુધી ઘણી જગ્યાએ શૂટિંગ કરવું પડશે.

Tags :
indiaindia newsJaipurQueen Gayatri Devi
Advertisement
Next Article
Advertisement