શેરબજારમાં ભારે વેચવાલી, સેન્સેક્સ 900, મિડકેપ નિફ્ટી 1250 અંક તૂટ્યા
દેશભરમાં ઈન્ડિગો એરલાઈન્સનું સકંટ ઉભુ થયું છે અને અત્યાર સુધીમાં 2000 થી પણ વધુ ફલાઈટ રદ થઈ ચુકી છે ત્યારે શેરબજારમાં પણ ઈન્ડિગો કંપનીના શેરમાં કડાકો બોલી ગયો હતો. આજે માર્કેટમાં ઈન્ડિગોનો શેર નીચે પડયો હતો. ઈન્ડિગોના શેર માર્કેટ શુક્રવારે બંધ થયું હતું ત્યારે 5370 હતો અને આજે દિવસ દરમિયાન ઈન્ડિગોના શેરમાં 500 રૂપિયાનો કડાકો બોલી ગયો હતો. જેના ગલે શેરબજારમાંભારે વેચવાલીનો માહોલ બની ગયો હતો અને એક સમયે સેન્સેકસ 900 પોઈન્ટ તુટયો હતો.
ઈન્ડીગોનો 52 વીકનો ઉચ્ચતમ ભાવ 6232 રહ્યો છે એટલે કે ઉચ્ચતમ ભાવથી શેર 1500 રૂપિયા ઘટયો છે. આજની જ વાત કરીએ તો એક સમયે ઈન્ડીગોનો ભાવ 4842 સુધી પહોંચ્યો હતો. એટલે કે આજના દિવસે ઈન્ડીગોનો શેર 500 રૂપિયાથી પણ નીચે તુટયો હતો. ઈન્ડીગો તેમજ અન્ય કંપનીના નબળા દેખાવને કારણે આજે માર્કેટમાં પણ વેચવાલી જોવા મળી હતી. અત્યારે સેન્સેકસ 900 પોઈન્ટ અને નિફટી 250 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. બેંક નિફટીની વાત કરીએ તો 550 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો.
જ્યારે મીડકેપ નિફટીમાં ભારે વેચવાલીના પગલે 1230 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. આજે શેરબજારમાં માત્ર 337 શેરમાં ખરીદી જોવા મળી હતી જ્યારે 2377 શેરમાં વેચવાલી જોવા મળી હતી. બેંક નિફટીના તમામ શેરો રેડ ઝોનમાં જોવા મળ્યા હતાં. જો કે આ બધાની વચ્ચે સારા સમાચાર એ છે કે રાવલ કેર લી. કંપનીઓના આઈપીઓનું લિસ્ટીંગ 50 ટકા ઉપર ખુલ્યું હતું. 130ના ભાવનો શેર 190 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બીજી બાજુ સોના-ચાંદી માર્કેેટમાં ચાંદીમાં 500 રૂપિયા અને સોનામાં 300 રૂપિયાનો મામુલી ઘટાડો નોંધાયો છે. રાજકોટની બજારમાં સોનાનો ભાવ 1,32,775 પ્રતિ 10 ગ્રામ રહાયો હતો. જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 1,84,310 જોવા મળ્યો હતો.