ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પંજાબ સરહદે RDX સહિત હથિયારોનો જથ્થો જપ્ત

05:20 PM Apr 26, 2025 IST | Bhumika
Advertisement

પોલીસ અને BSF એ અમૃતસર ગ્રામીણ વિસ્તારને અડીને આવેલા કાંટાળા તારમાંથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઈંજઈં દ્વારા મોકલવામાં આવેલા શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ શસ્ત્રોમાં સાડા ચાર કિલો RDX, બે મોટા પેકેટમાં ચાર હેન્ડ ગ્રેનેડ, ચાર પિસ્તોલ, આઠ મેગેઝિન, 220 કારતૂસ, 2 બેટરી ચાર્જર અને બે રિમોટનો સમાવેશ થાય છે.

Advertisement

આ વિસ્ફોટકો ISI દ્વારા પંજાબનું વાતાવરણ બગાડવા માટે મોકલવામાં આવ્યા છે.
પોલીસ એ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે આ માલ કોણ ઉપાડવાનો હતો અને તેનો ક્યાં નિકાલ કરવાનો હતો. જે ખેતરમાંથી આ માલ મળી આવ્યો હતો ત્યાંથી ખેડૂતોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

બીએસએફ સેક્ટર ગુરદાસપુર ડીઆઈજીએ જણાવ્યું હતું કે સેક્ટર ગુરદાસપુરના 117 બટાલિયન અજનાલાના બીઓપી શાહપુરના જવાનોએ કાપણી દરમિયાન આ જથ્થો જપ્ત કર્યો હતો.

Tags :
indiaindia newsPunjab borderweapons
Advertisement
Next Article
Advertisement