'22 તારીખના હુમલાનો જવાબ આપણે 22 મિનિટમાં આપ્યો...' રાજસ્થાનમાં બોલ્યા PM મોદી
પહેલગામ હુમલાના 1 મહિના બાદ પીએમ મોદીએ રાજસ્થાનના બિકાનેરમાંથી આતંકવાદ પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, આપણી સરકારે સેનાને ખુલ્લી છૂટ આપી હતી. ત્રણેય પાંખની સેનાએ એવો ચક્રવ્યૂહ રચ્યો કે, પાકિસ્તાન ઘૂંટણિયે આવ્યું. 22 તારીખના હુમલાનો જવાબ આપણે 22 મિનિટમાં આપ્યો. આતંકવાદીઓના નવ ઠેકાણાં નષ્ટ કર્યાં.
વડાપ્રધાને કહ્યું કે, આતંકવાદીઓએ ધર્મ પૂછીને આપણી બહેનોના સિંદૂર ઉઝાડ્યા હતા. તે ગોળીબાર ભલે પહલગામમાં થયો હતો. પરંતુ તેણે દેશના 140 કરોડ લોકોના આત્મા પર પ્રહાર કર્યો હતો. આપણે સૌએ એકજૂટ બની સંકલ્પ લીધો હતો કે, આતંકવાદીઓને ધૂળ ચટાડીશું. આજે તમારા સૌના આશીર્વાદથી દેશની સેનાના શૌર્યથી આપણે સૌ આ પ્રતિજ્ઞામાં સફળ થયાં.
https://x.com/airnewsalerts/status/1925451367449338236
પીએમ મોદીએ કહ્યું કે દેશે આતંકવાદીઓનો નાશ કરવાનો સંકલ્પ કર્યો છે અને મને એ કહેતા આનંદ થાય છે કે કાર્યવાહી કલ્પના કરતાં પણ મોટી હતી." તેમણે કહ્યું, "આતંકવાદનો સામનો કરવા માટે ત્રણ સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા છે - ૧. જો ભારત પર આતંકવાદી હુમલો થશે, તો યોગ્ય જવાબ આપવામાં આવશે. સમય આપણા દળો દ્વારા નક્કી કરવામાં આવશે, પદ્ધતિ પણ આપણા દળો દ્વારા નક્કી કરવામાં આવશે અને પરિસ્થિતિઓ પણ આપણી હશે. ૨. બીજું, ભારત પરમાણુ બોમ્બના ભયથી ડરવાનું નથી. ૩. ત્રીજું, આપણે આતંકના માસ્ટર અને આતંકને સમર્થન આપતી સરકારને અલગ અલગ નહીં જોશું, આપણે તેમને એક જ માનશું."
આગળ કહ્યું કે, જે લોકો સિંદૂર ઉઝાડવા નીકળ્યા હતાં, તેમને આપણે માટીમાં ભેળવી દીધા. તેઓ વિચારતા હતાં કે, ભારત ચૂપ રહેશે. તેઓ પોતાના હથિયારો પર ઘમંડ કરતાં હતાં. આજે તેમને આપણે ચકનાચૂર કરી નાખ્યા. આ ન્યાયનું નવુ સ્વરૂપ છે. આ ઓપરેશન સિંદૂર છે. આ માત્ર આક્રોશ નથી.
વધુમાં PMએ કહ્યું કે, આતંકવાદીઓના પ્રત્યેક હુમલાની ભારે કિંમત પાકિસ્તાને ચૂકવવી પડશે. પાકિસ્તાનની સેનાએ આ કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાએ આ કિંમત ચૂકવવી પડશે. હું દિલ્હીથી બિકાનેરના નાલ એરપોર્ટ પર ઉતર્યો હતો. પાકિસ્તાને આ એરબેઝને પણ ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને જરાં પણ નુકસાન થયુ નથી. પાકિસ્તાન સાથે ન તો વેપાર કરીશું ન તો મંત્રણા. જો પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની વાત હશે તો પાકિસ્તાનને ભારતના હકનું પાણી મળશે. તેણે ભારતીયોના લોહી સાથે રમવાની ભારે કિંમત ચૂકવવી પડશે. આ ભારતનો સંકલ્પ છે. દુનિયાની કોઈ તાકાત આ સંકલ્પનો વિરોધ કરી શકશે નહીં.
પીએમ મોદીએ કહ્યું, "આજે, રાજસ્થાનની ધરતી પરથી, હું દેશવાસીઓને ખૂબ જ નમ્રતાથી કહેવા માંગુ છું - હું દેશના લોકોને દેશના ખૂણે ખૂણે ચાલી રહેલી તિરંગા યાત્રાઓની ભીડ વિશે કહેવા માંગુ છું. હું દેશવાસીઓને કહું છું કે જે લોકો સિંદૂર લૂછવા માટે નીકળ્યા હતા તેઓ માટીમાં ભળી ગયા છે. જેમણે ભારતનું લોહી વહેવડાવ્યું, આજે તેમને દરેક ટીપા માટે ચૂકવણી કરવામાં આવી છે. જેઓ વિચારતા હતા કે ભારત ચૂપ રહેશે, આજે તેઓ પોતાના ઘરોમાં છુપાઈ રહ્યા છે."
પીએમ મોદીએ કહ્યું, "જેઓ પોતાના શસ્ત્રો પર ગર્વ કરતા હતા, તેઓ આજે કાટમાળના ઢગલા નીચે દટાયેલા છે. આ સંશોધન બદલો લેવાની રમત નથી, આ ન્યાયનું એક નવું સ્વરૂપ છે." આ ઓપરેશન સિંદૂર છે. આ ફક્ત ગુસ્સો નથી, આ સમગ્ર ભારતનો ગુસ્સે ભરાયેલો ચહેરો છે."