આતંકવાદને અમે ગ્લોબલ એજન્ડા બનાવ્યો, પાક.ને ઉઘાડું પાડયું: જયશંકર
પાક. સાથે મિત્રતા નહતી તો સિંધુ જળસંધિ કેમ કરી?: રાજ્યસભામાં ઓપરેશન સિંદૂરની ચર્ચામાં વિદેશમંત્રીએ કોંગ્રેસને ઘેરી
રાજ્યસભામાં વિદેશી મંત્રી એસ. જયશંકરે બુધવારે ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂૂ કરી હતી. વિદેશ મંત્રીએ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના નિર્ણયને પહલગામ બાદ ઉઠાવવામાં આવેલું સૌથી મહત્ત્વનું પગલું કહ્યું. આ સિવાય કહ્યું કે, જ્યારે પાકિસ્તાન સાથે મિત્રતા નહતી, ન તો ગુડવિલ હતી તો આવી સિંધુ જળ સંધિ કરવાની શું જરૂૂર હતી? આ શાંતિની કિંમત હતી. આ તુષ્ટિકરણની કિંમત હતી. તેમને પંજાબ, રાજસ્થાન, હરિયાણાના ખેડૂતોની ચિંતા નહતી. તેમને પાકિસ્તાનના પંજાબના ખેડૂતોની ચિંતા હતી.
એસ. જયશંકરે રાજ્યસભામાં પહલગામ હુમલા બાદ સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા પગલાં ગણાવ્યા. તેમણે કહ્યું કે, અમે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી દીધા. સિંધુ જળ સંધિને સ્થગિત કરવામાં આવી અને કહ્યું કે, લોહી અને પાણી એકસાથે નહીં વહે. આ સંધિને મોદી સરકારે રોકી. દુનિયાએ જોયું કે, ભારતે કેવી રીતે જવાબ આપ્યો. અમારા નિશાના પર આતંકવાદી અને આતંકવાદીઓના ઠેકાણા હતા. અમે દુનિયા સામે પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું. અમે આતંકવાદને ગ્લોબલ એજન્ડા બનાવ્યો. આ મોદી સરકારના પ્રયાસોથી શક્ય થયું. આજે આતંકવાદીઓને મળતું ફંન્ડિંગ બંધ થઈ ગયું છે.
આતંકવાદ મુદ્દે વિદેશ મંત્રીએ કહ્યું કે, વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, પભારતે વર્ષો સુધી સરહદ પાર આતંકવાદ સહન કર્યું છે. અમે જે કરી રહ્યા છીએ તે કરતા રહીશું. દરેક વખતે આટલી મોટી ઘટના બને છે, મુંબઈમાં બ્લાસ્ટ થાય છે અને અમુક મહિના બાદ તમે કહો છો કે, નહીં, નહીં ઠીક છે. જે થવાનું હતું એ થઈ ગયું, ચાલો વાત કરીએ. બોલો, હવે પછી તમને કોણ ગંભીરતાથી લેશે? અમે આતંકવાદને ગ્લોબલ એજન્ડા બનાવ્યો. આ મોદી સરકારના પ્રયાસોથી શક્ય થયું. આજે આતંકવાદીઓને મળતું ફંન્ડિંગ બંધ થઈ ગયું છે.
આપણે આતંકવાદને એક-બે કે 10 વર્ષથી નહીં પરંતુ, 1947થી સહન કરી રહ્યા છીએ. ભારતના આતંકી હુમલાને દુનિયાએ જોયું. ઞગજઈ રિપોર્ટમાં પાકિસ્તાન ઉઘાડુ પડ્યું. 26/11ના ગુનેગાર તહવ્વુર રાણાને લઈને અમે લઈને આવ્યા. આપણી ડિપ્લોમેસી સફળ રહી. અમેરિકાએ પણ ટીઆરએફને આતંકી સંગઠન જાહેર કર્યું.
ચીન-પાક. જોડાણ યુપીએ શાસનના નિર્ણયોનું પરિણામ: ચીન-ગુરુ જયરામ રમેશ પર કટાક્ષ
વિપક્ષના ભારે સૂત્રોચ્ચાર અને હોબાળા વચ્ચે સંસદમાં ઓપરેશન સિંદૂર ચર્ચાનું નેતૃત્વ કરતી વખતે વિદેશ મંત્રી એસ. જયશંકરે એક શક્તિશાળી ભાષણ આપ્યું. રાહુલ ગાંધીના દાવા કે પાકિસ્તાન અને ચીન એક જોડાણ તરીકે કામ કરી રહ્યા છે, તેના પર પ્રતિક્રિયા આપતા મંત્રીએ કહ્યું કે કોંગ્રેસના શાસન દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોને કારણે બંને દેશો વચ્ચે જુગલબંધી છે. મંત્રીએ જયરામ રમેશ પર ચીન ગુરુ કટાક્ષ કર્યો અને કહ્યું કે યુપીએ સરકાર જ ચીનનો વિરોધ કરતી હતી અને તેને વ્યૂહાત્મક ભાગીદાર પણ બનાવી હતી.તેમણે કહ્યું, ચીન ગુરુઓ છે. તેમાંથી એક મારી સામે બેઠેલા સભ્ય (જયરામ રમેશ) છે, જેમનો ચીન પ્રત્યેનો પ્રેમ એટલો બધો છે કે તેમણે ચિંદિયા શબ્દ બનાવ્યો... મને ચીન વિશે જ્ઞાનનો અભાવ હોઈ શકે છે કારણ કે મેં ઓલિમ્પિક દ્વારા ચીન વિશે શીખ્યા નથી... કેટલાક લોકોએ ઓલિમ્પિકની મુલાકાત દરમિયાન ચીન વિશે જ્ઞાન મેળવ્યું. ચાલો તેઓ કોને મળ્યા અથવા તેમણે શું સહી કરી તેની ચર્ચા ન કરીએ.તેમણે ઉમેર્યું, તેઓ તેમના ઘરે ચીની રાજદૂત પાસેથી ખાનગી ટ્યુશન પણ લેતા હતા... ચીન ગુરુઓ કહે છે કે પાકિસ્તાન અને ચીન વચ્ચે ગાઢ સંબંધો છે... અમે તેનાથી વાકેફ છીએ અને તેનો સામનો કરી રહ્યા છીએ... જોકે, એમ કહીને કે આ સંબંધો રાતોરાત વિકસિત થયા, આનો અર્થ એ છે કે તેઓ ઇતિહાસના વર્ગ દરમિયાન સૂતા હતા. જયરામ રમેશે દાયકાઓ પહેલા આ શબ્દ બનાવ્યો હતો અને 2014 માં તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે વિચાર એ છે કે બંને દેશો સાથે મળીને કામ કરી શકે છે.