ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વકફ એટલે અલ્લાહને દાન, તેનો ઉપયોગ બદલી શકાતો નથી: સુપ્રીમમાં કપિલ સિબ્બલની દલીલ

06:06 PM May 20, 2025 IST | Bhumika
Advertisement

વક્ફ સુધારા કાયદાને પડકારતી અનેક અરજીઓ પર આજથી સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી શરૂૂ થઈ ગઈ છે. આ કેસની સુનાવણી ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના કરી રહ્યા હતા, જેમણે નિવૃત્તિ પહેલાં આ કેસ વર્તમાન સીજેઆઈ બીઆર ગવઈની બેન્ચને સોંપ્યો હતો. અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે આ કાયદા દ્વારા સરકાર ફક્ત વકફ મિલકતોનો કબજો લેવા માંગે છે. તેમણે કહ્યું કે વકફનો અર્થ અલ્લાહ પ્રત્યે સમર્પણ છે. જો કોઈ વ્યક્તિ પોતાની મિલકત વકફમાં આપે છે તો તે અલ્લાહને એક પ્રકારનું દાન છે અને તેનો ઉપયોગ બદલી શકાતો નથી. વકફ મિલકત ટ્રાન્સફર કરી શકાતી નથી. એકવાર મિલકત વકફ થઈ જાય, પછી તે કાયમ માટે વકફ રહે છે. તેમાં ફેરફાર કરવો શક્ય નથી.

Advertisement

કેસની સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે પ્રાચીન સ્થળો અંગે પણ દલીલ કરી હતી. તેમણે કહ્યું કે કેટલાક ઐતિહાસિક સ્મારકો એવા છે, જ્યારે તેમને અગાઉ સરકારી નિયંત્રણ હેઠળ લેવામાં આવ્યા હતા, ત્યારે પણ તેમનો વકફ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો ન હતો. હવે જો કોઈ વકફ મિલકતને સ્મારકનો દરજ્જો મળે છે તો તેને વકફ ગણવામાં આવશે નહીં. પછી એકવાર વકફનો દરજ્જો રદ થઈ જાય, પછી લોકોને નમાજ પઢવાથી પ્રતિબંધિત કરવામાં આવશે. આ રીતે મુક્તપણે પૂજા કરવાના અધિકારને અસર થશે.

કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટને વચગાળાના આદેશો પસાર કરવા માટે વકફ (સુધારા) કાયદાની માન્યતાને પડકારતી અરજીઓની સુનાવણી ત્રણ મુદ્દાઓ સુધી મર્યાદિત રાખવા વિનંતી કરી, જેમાં નસ્ત્રકોર્ટ દ્વારા વકફ, વકફ-બાય-યુઝર અથવા વકફ બાય ડીડસ્ત્રસ્ત્ર તરીકે જાહેર કરાયેલી મિલકતોને ડિનોટિફાઇ કરવાની બોર્ડની સત્તાનો સમાવેશ થાય છે.

Tags :
indiaindia newsSupreme CourtWaqf BILL
Advertisement
Next Article
Advertisement