For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અવાજના જાદુગર અમીન સાયાણીનું હાર્ટ એટેકથી નિધન, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

10:56 AM Feb 21, 2024 IST | Bhumika
અવાજના જાદુગર અમીન સાયાણીનું હાર્ટ એટેકથી નિધન  મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

મનોરંજનની દુનિયામાંથી ફરી એક વખત દુખદ સમાચાર સામે આવ્યા છે. રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા પીઢ રેડિયો પ્રસ્તુતકર્તા અમીન સયાનીનું નિધન થયું છે. તેમણે 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર રઝીલ સયાનીએ કરી છે.

Advertisement

અમીન સયાનીના પુત્ર રઝીલ સયાની તેમના અવસાનથી ઘેરા શોકમાં છે. એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે તેમના પિતા અમીન સયાનીના મૃત્યુની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, અમીન સાયનીને પાછલા દિવસે હાર્ટ એટેક આવ્યો હતો ત્યારબાદ તેમને તાત્કાલિક HN રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ રસ્તામાં જ અમીન સયાનીનું મોત થયું હતું.

અમીન સાયનીના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે 22મી ફેબ્રુઆરીએ થશે, કારણ કે આજે તેમના કેટલાક સંબંધીઓ તેમના અંતિમ દર્શન કરવા મુંબઈ આવવાના છે. અમીન સાયનીના અંતિમ દર્શન અંગે ટૂંક સમયમાં સત્તાવાર નિવેદન પણ જારી કરવામાં આવશે.

Advertisement

અમીન સયાનીનો જન્મ 21 ડિસેમ્બર 1932ના રોજ મુંબઈમાં થયો હતો. અમીન સયાનીએ રેડિયોની દુનિયામાં મોટું નામ કમાવ્યું. તેમના અવાજનો જાદુ લોકોના દિલમાં ઘર કરી ગયો. અમીન સાયનીએ ઓલ ઈન્ડિયા રેડિયો, મુંબઈથી રેડિયો પ્રસ્તુતકર્તા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના ભાઈ હામિદ સાયનીએ તેમનો અહીં પરિચય કરાવ્યો હતો. તેણે 10 વર્ષ સુધી અહીં અંગ્રેજી કાર્યક્રમોમાં ભાગ લીધો. આ પછી તેમણે ભારતમાં ઓલ ઈન્ડિયા રેડિયોને લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement