મહાકાલ મંદિરમાં VIP ગુંડાગીરી, ધારાસભ્યના પુત્રએ ગર્ભગૃહમાં ધુસી જઇ લાઇવ દર્શન બંધ કર્યા
ધારાસભ્ય ગોલુ શુકલા પણ સાથે હતા, ગર્ભગૃહમાં પાંચ વર્ષથી પ્રવેશવાની મનાઇ છતાં ધુસી જતા ભારે ઉહાપોહ
મહાકાલ મંદિરમાં ફરી એકવાર VIP સંસ્કૃતિ અને પ્રભાવ નિયમો પર હાવી થઈ ગયો. ગઇકાલે વહેલી સવારે, ભાજપના ધારાસભ્ય ગોલુ શુક્લાના પુત્ર રુદ્રાક્ષ ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં બળજબરીથી પ્રવેશ કર્યો. રોકવા પર તેણે કર્મચારીઓને ધમકી આપી. આ દરમિયાન, મંદિરના હાઇટેક CCTV કેમેરા થોડી મિનિટો માટે કામ કરવાનું બંધ કરી દીધું. લાઈવ પ્રસારણ પણ એક મિનિટ માટે બંધ થઈ ગયું. મંદિર વ્યવસ્થાપન કેમેરા બંધ થવાને માત્ર સંયોગ ગણાવી રહ્યું છે, પરંતુ સામાન્ય લોકો તેને ધારાસભ્યના પુત્રના પ્રભાવ સાથે જોડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 5 વર્ષથી સામાન્ય લોકોને મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાની મંજૂરી નથી.
સોમવારે, જ્યારે હજારો ભક્તો 200 ફૂટ દૂરથી મહાકાલની ઝલક મેળવવા માટે કતારમાં ઉભા હતા, ત્યારે ઇન્દોર-3 ના ભાજપ ધારાસભ્ય શુક્લાના પુત્ર રુદ્રાક્ષ સીધા ગર્ભગૃહમાં પ્રવેશ્યા. તેમણે મંદિર કાર્યકર આશિષ દુબે સાથે પણ દલીલ કરી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, રુદ્રાક્ષ 5 મિનિટ સુધી ગર્ભગૃહમાં રહ્યા હતા. ધારાસભ્ય ગોલુ શુક્લા પણ તેમની સાથે હતા.
આ પહેલા પણ વર્ષ 2021માં ધારાસભ્યના પુત્ર રુદ્રાક્ષ ચાર વર્ષ પહેલાં ગર્ભગૃહમાં ગયા હતા અને ફોટો ખેંચ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કર્યો હતો.
જેના કારણે વિવાદની સ્થિતિ સર્જાઈ હતી. આ અંગે FIR પણ દાખલ કરવામાં આવી હતી. 2023માં રંગપંચમીના દિવસે તેમણે ભસ્મારતીમાં પ્રવેશ કર્યો અને પ્રદીપ ગુરુ પાસે આરતી કરી. આમાં, રુદ્રાક્ષે સોલા પહેર્યો હતો જ્યારે ભસ્મારતીમાં પ્રવેશની મંજૂરી નથી. 2025માં રુદ્રાક્ષ દેવાસ માતા ટેકરીમાં તેના 8 સાથીઓ સાથે મધ્યરાત્રિએ મંદિરમાં પહોંચ્યો. અહીં તેણે પૂજારી સાથે ગેરવર્તન કર્યું અને મંદિરના દરવાજા ખોલાવ્યા. 9 લોકો સામે FIR પણ દાખલ કરવામાં આવી.
ધારાસભ્ય ગોલુ શુક્લા કહે છે, તેમની પાસે 5 લોકોને પ્રવેશ આપવાની પરવાનગી હતી. વહીવટીતંત્ર જાણતું હતું, જ્યારે મંદિર વ્યવસ્થાપન કહે છે કે, ગર્ભગૃહમાં કોઈને પણ પ્રવેશવાની મંજૂરી નહોતી.