For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, સોશિયલ મીડિયા બેન

11:40 AM Aug 03, 2024 IST | admin
બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી  સોશિયલ મીડિયા બેન

હિંસા પીડિતોને ન્યાયની માગણી સાથે ઢાંકામાં હજારો લોકો રસ્તા પર ઉતરતા તંગદિલી

Advertisement

બાંગ્લાદેશમાં શુક્રવારે ફરી વડાપ્રધાન શેખ હસીના અને તેમની સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂૂ થયા છે. જુલાઈમાં નોકરીઓમાં અનામતના વિરોધમાં થયેલા હિંસક વિરોધ દરમિયાન 200 થી વધુ લોકોના મૃત્યુ માટે ન્યાયની માંગ કરવા માટે આ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, સરકારે સમગ્ર દેશમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે. શુક્રવારે હસીના સરકારે ઈંક્ષતફિંલફિળ, ઢજ્ઞીઝીબય, ઝશસજ્ઞિંસ, ઠવફતિંઆા, ઢજ્ઞીઝીબય અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ગ્લોબલ આઇઝના રિપોર્ટ અનુસાર શુક્રવારથી દેશભરમાં સોશિયલ મીડિયા સાઇટ્સ પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અગાઉ તુર્કીએ પણ આવી જ કાર્યવાહી કરી હતી અને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂક્યો હતો. બાંગ્લાદેશ સરકારે બપોરે 12 વાગ્યા પછી મોબાઈલ પર મેટા પ્લેટફોર્મના નેટવર્કને મર્યાદિત કરી દીધું. અહેવાલો અનુસાર, ઇન્ટરનેટની સ્પીડ પણ ઘણી ધીમી કરવામાં આવી છે જેથી સોશિયલ મીડિયાનો ઉપયોગ ટઙગનો ઉપયોગ કરીને પણ કરી શકાતો નથી. ઈન્ટરનેટ સૌપ્રથમ 17મી જુલાઈએ બંધ કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પછી 18 જુલાઈના રોજ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. 28મી જુલાઈ સુધી મોબાઈલ નેટવર્ક પર પ્રતિબંધ હતો. રાજધાની ઢાકાના જુદા જુદા ભાગોમાં બે હજારથી વધુ પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા, જેમાંથી કેટલાક ‘ડાઉન વિથ ધ સરમુખત્યાર’ અને ‘પીડિતો માટે ન્યાય’ જેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, જ્યારે પોલીસ અધિકારીઓ તેમની આસપાસ એક વર્તુળમાં ઉભા હતા. ઢાકાના ઉત્તરા વિસ્તારમાં પોલીસ અને ડઝનેક વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જ્યારે સુરક્ષા અધિકારીઓએ પથ્થરમારો કરનારા વિરોધીઓને વિખેરવા માટે ટીયર ગેસ અને સ્ટન ગ્રેનેડ છોડ્યા હતા.

વડા પ્રધાન શેખ હસીનાની સરકાર છેલ્લા મહિનાથી વિદ્યાર્થીઓના વિરોધનો સામનો કરી રહી છે અને હાલમાં આ વિરોધ ધીમો પડવાના કોઈ સંકેત દેખાતા નથી. 15 જુલાઈએ હિંસા ફાટી નીકળી ત્યારથી વિરોધ પ્રદર્શન શેખ હસીના માટે એક મોટું સંકટ બની ગયું છે. હિંસક વિરોધનો સામનો કરવા માટે, સત્તાવાળાઓએ ઇન્ટરનેટ બંધ કરી દીધું છે અને શૂટ-એટ-સાઇટ ઓર્ડર સાથે કર્ફ્યુ લાદ્યો છે. શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement